SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જિનમાર્ગનું જતન કોઈ આંચકો નથી લાગતો? માંસાહારી હોય એવા સભ્યોએ પણ આ વાતનો ગંભીર વિચાર કરવો જોઈએ. આ બાબતને જુનવાણી માનસ ગણવાની કોઈ ભૂલ ન કરે. મોટા ભાગના લોકોને ખબર પણ નથી કે ઇંડાંની પેદાશમાં કૂકડાને કેટલી નરક યાતના ભોગવવી પડે છે. તે વિષેનો શ્રી વાલજી ગોવિંદજીનો એક લેખ છેલ્લા ભૂમિપુત્ર'માં પ્રકટ થયો છે તે આ અંકમાં અન્યત્ર આપ્યો છે. તેના આધારરૂપ જે અંગ્રેજી પુસ્તકનો તેમણે છેલ્લો ઉલ્લેખ કર્યો છે તે પુસ્તક કોર્પોરેશનના સભ્યો વાંચે એવી આશા રાખવી વધારે પડતી નહીં ગણાય. આપણે સૌ આશા રાખીએ કે કોર્પોરેશન આ વાત પડતી મૂકે. કોર્પોરેશનના દરેક પક્ષના આગેવાનોએ આ વાત ગંભીરપણે વિચારવી જોઈએ. ખાસ કરીને જ્યારે જનતા-પક્ષના બધા સભ્યોએ કોપોરેશનમાંથી રાજીનામાં આપ્યાં છે અને ચૂંટણી નજીક છે, ત્યારે માત્ર આઠ વ્યક્તિઓએ કરેલા આવા નિર્ણયનો અમલ કરવાનો કોર્પોરેશને આગ્રહ રાખવો ન જોઈએ.” આંખો ઉઘાડે એવાં આ લખાણો અહીં આપ્યા પછી આ અંગે કંઈ વિશેષ કહેવાની જરૂર અમે માનતા નથી. આ પ્રકરણનું કાયમને માટે નિરાકરણ ન થાય ત્યાં સુધી જંપીને ન બેસીએ તથા સતત જાગતા અને પ્રયત્નશીલ રહીએ. (તા. ૩૦૯-૧૯૭૮) આ યોજના અંગે પુનર્વિચારણા કરવામાં ઉપયોગી થાય, ઈંડાં આપવામાં રહેલ જોખમનો ખ્યાલ આવે અને ઈંડાં કરતાં વધુ પ્રોટીન ધરાવતી વનસ્પતિજન્ય ચીજોને અપનાવી શકાય તેવી માહિતી “શ્રી જીવદયા' માસિકના તાજેતરમાં પ્રગટ થયેલ જુલાઈ માસના અંકમાં પ્રોટીન કે ઈંડાં જ ?' એ લેખમાં શ્રી જયંતીલાલભાઈ માન્કરે આપી છે, તેમાંથી કેટલોક ભાગ અહીં સાભાર રજૂ કરીએ છીએ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને બાફેલાં ઈંડાં આપવાની જાહેર કરેલી યોજના અંગે જૈન-જૈનેતર સમાજના વિરોધમાં નૈતિક, વૈજ્ઞાનિક અને આર્થિક તથ્ય રહેલું છે. ઓછા પોષણવાળાં બાળકોની પ્રોટીનની ખામીની પૂર્તિ કરવી એ એક માનવતાભર્યો પ્રામાણિક વિચાર છે; પણ બાફેલાં ઈંડાં દ્વારા જ એ પૂર્તિ કરવાની હિમાયત કે આગ્રહ તર્કશુદ્ધ કે વૈજ્ઞાનિક નથી. પ્રોટીન પ્રાણીજન્ય કે વનસ્પતિજન્ય ખોરાકમાંથી મળી શકે છે. આધુનિક વિજ્ઞાને પ્રાણીજન્ય પ્રોટીન ચઢિયાતું અને વનસ્પતિજન્ય પ્રોટીન ઊતરતું હોવાના ભ્રમનો ઘટસ્ફોટ કર્યો છે. આર્થિક દૃષ્ટિએ વનસ્પતિજન્ય પ્રોટીન વધારે સુપાચ્ય, પ્રત્યાઘાતરહિત અને બિનખર્ચાળ છે. વિશ્વ-આરોગ્ય-સંસ્થા (ડબલ્યુ. એચ. ઓ.) ના પ્રતિનિધિએ કેટલાક સમય પહેલાં એ જાહેર કર્યું છે, કે ભારતમાં કઠોળ, વાલ, વટાણા, સોયાબિન તથા મગફળી આદિ બિયાં દ્વારા પુષ્કળ સુપાચ્ય, સતું પ્રોટીન મળતું હોવાથી ભારતને પ્રાણીજન્ય પ્રોટીનની આવશ્યકતા નથી. તેમણે પાશ્ચાત્ય દેશો, જે માંસાહારનાં ઈંડાંનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy