________________
૧૪૧
અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૧૩
રિફોર્મ સોસાયટી)એ એક સૈકા કરતાં પણ લાંબા સમયથી જે દૃષ્ટિબિંદુનું સમર્થન કર્યું છે એ તરફ ઢળી રહ્યો છે, એટલે કે સમ-પ્રમાણ શાકાહારી ખોરાક એ પોષક તત્ત્વોની દૃષ્ટિએ જોઈએ તેવો ઊંચામાં ઊંચી જાતનો ખોરાક છે, અને જીવશાસ્ત્રની દૃષ્ટિએ એ ચોખ્ખામાં ચોખ્ખો અને બિલકુલ કુદરતી ખોરાક પણ છે. રૂઢિચુસ્ત બ્રિટિશ મેડિકલ એસોસિએશનના મોર ફન વિથ યોર ફૂડ' નામના પુસ્તકમાં પણ એમ કહેવામાં આવ્યું છે, કે શાકાહારી ખોરાક એ બીજા કોઈ પણ ખોરાક જેટલો સારો હોઈ શકે છે.” આ પછી માંસાહારથી શરીરતંત્ર ઉપર થતી માઠી અસર વર્ણવાઈ છે :
“દાખલા તરીકે, માણસના ખોરાકમાં માંસ દાખલ કરવામાં આવે, તો તેથી આંતરડાના કાર્યક્ષેત્રમાં ફેરફાર થઈ જાય છે, અને છેવટે એની અસર એ થાય છે કે જે પ્રક્રિયા દ્વારા વિટામિન બી-૧૨ આંતરડામાં ઉત્પન્ન કરાય છે અને શરીરના અવયવોમાં એમાઈનો ઍસિસ (પાચક દ્રવ્યોના સમીકરણ માટે પહોંચતું કરી શકાય છે, તે પ્રક્રિયા જ ઊંધીચત્તી થઈ જાય છે. પશ્ચિમના ઘણા લોકોએ તેઓની શક્તિ ગુમાવી દીધાનું જોવામાં આવ્યું છે, અને એમાંથી સાજા થવું ઘણું જ મુશ્કેલ છે. જ્યાં લગી એ શક્તિ પાછી ન મળે ત્યાં સુધી વિશુદ્ધમાં વિશુદ્ધ શાકાહારીપણું, જેમાં દૂધ દહીં-ઘી વગેરેના ત્યાગનો પણ સમાવેશ કરવામાં આવે છે, તે પાળવું એ વિટામિન બી-૧૨ની બહારની કોઈ પણ બનાવટ (વિટામિન-બી-૧૨ વાળી દવા)નો આશ્રય લીધા વગર શક્ય જ નથી. (યૂરોપમાં વિશુદ્ધ અને સંપૂર્ણ શાકાહારમાં ગાય-ભેંસ વગેરેના દૂધના અને એની બધી બનાવટોના ત્યાગનો સમાવેશ કરવામાં આવે છે, શ્રી લાઈટોવરનો કહેવાનો આશય એ છે, કે શાકાહારી માણસ શાકાહારને બદલે માંસાહાર કરવા લાગે છે એટલે આંતરડામાં વિટામિન બી-૧૨ ઉત્પન્ન કરવાની શરીરની પ્રક્રિયામાં બગાડો થાય છે, અને તેથી ફરી પાછા પૂર્ણ શાકાહારી થઈને સુંદરસ્ત રહેવા માટે વિટામિન બી-૧૨નું તત્ત્વ ધરાવતી દવા એને લેવી પડે છે.)”
પોતાના કથનનો ઉપસંહાર કરતાં અને ફરી એક વાર પોતાની દુઃખની લાગણી વ્યક્ત કરતાં લેખકમિત્ર કહે છે –
જે લોકો પેઢીઓથી માંસાહાર કરવાને ટેવાયેલા છે, તેઓ વધારે સભાનજાગૃત થતાં સુધી, એવો ખોરાક માગતા રહેશે એ સાચું છે; પરંતુ ભારતના કરોડો શાકાહારીઓ, જેઓને વારસામાં શુદ્ધ શાકાહારની પ્રથા મળેલ છે, તેઓને પ્રગતિને નામે આવા (માંસાહાર કરવાના) અવળા માર્ગે ચાલવાને સમજાવવા એ કેવળ કરુણ ઘટના જ છે !”
ઉપરના લખાણમાં એના લેખકે ધર્મના કે અધ્યાત્મના નામે લાગણીના ભાવાવેશમાં તણાવાને બદલે પશ્ચિમની વૈજ્ઞાનિક ઢબે, હકીકતો અને પરિણામોનું પૃથક્કરણ દર્શાવીને, પોતાની વાત રજૂ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org