________________
૪૧૧
સામાજિક સુધારો અને વિકાસ: ૮
(૮) સર્વાગી સહકારને પાત્ર વિધાર્થીવર્ગ દેશના દૂર-સુદૂરના એકાંત-અગોચર ખૂણામાં આવેલા અણવિકસિત કે આદિવાસીના રહેઠાણ જેવા પ્રદેશોને અપવાદરૂપ ગણીએ, તો બાકીના આખા દેશમાં શિક્ષણનું મહત્ત્વ બરાબર સમજાઈ ગયું છે, અને શું ગામડાંમાં વસતા, અથવા શું તવંગર કે શું ગરીબ મા-બાપો એ વાત પામી ગયાં છે કે આપણાં સંતાનોને – દીકરીઓને પણ – શિક્ષિત બનાવ્યા વગર હવે ચાલવાનું નથી. તવંગર મા-બાપનો ગર્ભશ્રીમંત પુત્ર જો અભણ હશે તો પોતાની સંપત્તિને વધારવાની વાત તો દૂર રહી, એને સાચવી પણ શકવાનો નથી, માલિકમાં આવડત ન હોવા છતાં પૈસો પોતે જ બીજા પૈસાને પેદા કરે કે ખેંચી લાવે એ દિવસો વહી ગયા છે અને મધ્યમ કે ગરીબ વર્ગના છોકરાઓ અભણ રહ્યા કે ભણતરમાં પછાત કે નબળા રહી ગયા તો એમનો તો જીવનનિર્વાહ જ મુશ્કેલ બની જવાનો છે. આવી ઉત્કટ પરિસ્થિતિએ સમગ્ર દેશની શિક્ષણભૂખને ખૂબ વધારી મૂકી છે. ઉજ્વળ ભાવિની દૃષ્ટિએ આ એક શુભસૂચક એંધાણ છે.
આવી આવકારપાત્ર શિક્ષણક્ષુધાની યોગ્ય રીતે સંતતિ થાય એ માટે આપણી કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક સરકારો પણ ઠીકઠીક સર્ચિત અને પ્રયત્નશીલ છે. દેશના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને એમના અભ્યાસમાં પ્રોત્સાહન મળે અને જરૂરી આર્થિક સહાય પણ મળી રહે એ માટે રાષ્ટ્રીય ધોરણે કેટલીય નવી-નવી યોજનાઓ તૈયાર કરીને એનો અમલ કરવામાં આવે છે. બીજી બાજુ શિક્ષિત અને સંસ્કારી ગણાતા સમાજોથી માંડીને અશિક્ષિત, અલ્પશિક્ષિત કે પછાત માનવામાં આવતા નાના-મોટા બધા સમાજો પણ પોતાની ઊછરતી પેઢીના શિક્ષણ માટે સભાન બન્યા છે, અને વિદ્યાર્થીઓના (અને એમની મારફત ખરી રીતે આખા સમાજના) ભલા માટે આર્થિક તેમ જ બીજી જોગવાઈઓ કરવાનો સતત પ્રયત્ન કરવા લાગ્યા છે.
સરકાર અને જુદા-જુદા સમાજો દ્વારા વિદ્યાભ્યાસ માટે આટઆટલી સગવડ ઊભી કરવામાં આવતી હોવા છતાં, દેશના તેમ જ તે-તે સમાજના વિદ્યાર્થીઓની જરૂરિયાતના પ્રમાણમાં એ બધું માંડ પાશેરામાં પહેલી પૂણી જેવું જ લાગે છે. એટલે આ દિશામાં અત્યાર સુધીમાં જે કાંઈ થયું છે તેની સરખામણીમાં હજી ઘણું કરવાનું બાકી છે એમ સ્વીકારવું પડે એમ છે. સરકારી બજેટોમાં પણ શિક્ષણખર્ચની જોગવાઈ હંમેશાં જરૂરિયાત કરતાં ઘણી ઓછી જ રહે છે.
વિદ્યાર્થીઓ માટે અત્યારની સગવડો કેટલી અપૂરતી છે એનું દેશવ્યાપી સૂક્ષ્મ અવલોકન કરવાની વાત બાજુએ રાખીને જેમ-જેમ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org