SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૩ જવા માટે જે કંઈ પણ ધાર્મિક, નૈતિક કે સાંસ્કૃતિક સાહિત્યનું સર્જન કરવામાં આવે, તેમાં તેની રજૂઆતની પદ્ધતિમાં પણ લોકમાનસને અનુકૂળ ફે૨ફા૨ ક૨વો અનિવાર્ય થઈ પડે છે. આવો ફેરફાર કરવામાં આવે તો જ એ સાહિત્ય જનતાના આદરનું પાત્ર થઈ શકે છે. જેઓ આવા ફેરફારને આવકારતા નથી અને કેવળ જૂનાં રૂપરંગ અને કલેવરને જ વળગી રહે છે, તેઓની સાહિત્ય-સર્જનની મહેનત સફળ થતી નથી, તેમ જ એમની એ મહેનતનો લાભ જનતા લઈ શકતી નથી. આપણે ત્યાં ધાર્મિક સાહિત્યનો ઉપાડ બહુ ઓછો હોવાની જે લાંબા કાળની રિયાદ ઊભી છે, તેની પાછળ પણ આ જ મુખ્ય કારણ છે. બહુ લાંબે નહીં, પણ માત્ર છેલ્લી પચીસીમાં નવીન રૂપે રચવામાં આવેલ જૈન સાહિત્યનો વિચાર કરીએ, તો એ સાહિત્ય બહુ જ હળવા સાહિત્યની કોટીમાં મૂકી શકાય તેવું અને મુખ્યત્વે ભક્તિ (અને તે પણ ભાવગંભીર, ઉચ્ચકોટીની, સમર્પણમૂલક ભક્તિ નહીં, પણ માત્ર ઉપલક ભાવાવેશ અને લાગણીવેડાવાળી ભક્તિ)થી ભરેલું જ જોવા મળે છે. ધર્મક્ષેત્રમાં ભક્તિરસને અચૂક સ્થાન છે એ ખરું, છતાં એની પણ સ્પષ્ટ મર્યાદા દોરી લેવી જોઈએ. પુરુષાર્થને કે કર્તવ્યબુદ્ધિને વીસરી જઈએ એટલી હદે તો આ ભક્તિરસનું પોષણ ન જ કરી શકાય. અથવા વધારે સાચું તો એ છે કે પુરુષાર્થ કે કર્તવ્યબુદ્ધિને વિસરાવી દે એ સાચો ભક્તિરસ જ ન ગણાય; એ તો આપણે આપણી અકર્મણ્યતાને ઢાંકવા માટે ઊભું કરેલું સરસ-સુંદર નામમાત્ર જ છે. જે હોય તે, પણ આજે તો ધાર્મિક સાહિત્યના ક્ષેત્રમાં આ ભક્તિરસને વધારે પડતું સ્થાન આપીને આપણે જૈન સાહિત્યની કક્ષાને નીચે ઉતારી દીધી છે. પરિણામે, દર વર્ષે આવા ધાર્મિક સાહિત્યના પ્રકાશનની પાછળ અઢળક નાણું ખર્ચવા છતાં જૈનસંઘની પ્રતિષ્ઠા કે ગૌરવમાં કશો જ વધારો થતો નથી. ૨૧૯ તેથી ધાર્મિક સાહિત્યના સર્જનની દિશામાં સમુચિત પલટો લાવવો એ જ જનતાના હૃદયમાં ધાર્મિક સાહિત્યની પ્રતિષ્ઠાને સાચવી રાખવાનો ખરો ઉપાય છે. આ માટે થોડા સમય પહેલાં પૂનામાં મળેલ બત્રીસમા મરાઠી સાહિત્ય-સંમેલનના પ્રમુખપદેથી શ્રી શંક૨૨ાવ જાવડેકરે આપેલ વ્યાખ્યાનમાંના નીચેના શબ્દો આપણે ખૂબ વિચારવા જેવા અને અમલમાં મૂકવા જેવા છે. તેઓએ કહ્યું હતું : “ભારતીય સંસ્કૃતિ એ હવે ભક્તિયુગમાંથી ક્રાંતિયુગમાં જઈ રહી છે એની ખબર આપણે રાખવી જોઈએ. શ્રદ્ધાયુગ પૂરો થયો છે અને વિવેકયુગ પ્રાપ્ત થયો છે એની ખબર આપણે ચોતરફ ફેલાવવી જોઈએ.” શબ્દો છે તો બહુ થોડા, પણ એમાં સાહિત્ય-સર્જનની દિશાનું સચોટ દર્શન કરાવવામાં આવ્યું છે. વાત એટલી જ છે કે લોકસ્થિતિને સાચે રૂપે રજૂ કરતા ઉપરના જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy