SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૧ ૧૮૧ ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે ભગવાન મહાવીરે આશરે પચીસસો વર્ષ પહેલાં (૨૪૭૨ વર્ષ અગાઉ) જ્યારે પોતાના ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું, ત્યારે એક બાજુ જેમ હજારો નિર્દોષ અને અબોલ પશુઓનો હમેશાં ભોગ લેતી હિંસક યજ્ઞોની પ્રથાની બોલબાલા હતી, તેમ નારીવર્ગ અને “અસ્પૃશ્ય શૂદ્રવર્ગની સ્થિતિ પશુઓ કરતાં પણ બદતર હતી. સૈકાઓથી ચાલી આવતી આ પાશવી કે હિંસક રૂઢિને કારણે અડધા ઉપરના ભાગની માનવજાતના ભાગ્યમાં ન વિદ્યાભ્યાસ કરવાનું કે ધર્મનું આચરણ કરવાનું સ્વાતંત્ર્ય લખાયું હતું કે ન માનવી તરીકે સુખ-ચેનપૂર્વક જીવન વિતાવવાનું લખાયું હતું. એને માટે તો સદા ય સામાજિક અન્યાય અને ભૌતિક દુઃખમાં સબડતા રહેવાનું અને મૃત્યુની રાહમાં જીવન વિતાવવાનું જ લખાયું હતું !! મહાવીરસ્વામીના ધર્મતીર્થના પ્રવર્તને જ્યારે આ અન્યાયી, અધર્મી અને હિંસક પ્રથાઓને હચમચાવી મૂકીને હિંસક યજ્ઞો બંધ કરવાની, નારીવર્ગની સાથે થતા ઢોરના જેવા દુર્વ્યવહારને દૂર કરવાની અને સમાજના અસ્પૃશ્ય-શૂદ્ર ગણાતા વર્ગને હડધૂત કરવાની કુટેવને કાબૂમાં લેવાની કે નાબૂદ કરવાની ફરજ પાડી હશે, ત્યારે સમાજના સંચાલનમાં સમ્રાટના જેવી એકચક્રી સત્તા અબાધિતપણે સૈકાઓથી ભોગવતા આવેલા ઊજળા અને ઉચ્ચ વર્ગે કેવો જબરો આંતરિક આંચકો અનુભવ્યો હશે ! એમ કહી શકાય કે ભગવાન મહાવીરે પ્રરૂપેલા મુક્તિમાર્ગે નારીવર્ગ અને દીન-દુઃખી-દલિત જનસમૂહને દુઃખ-બંધન-મુક્તિનો નવો રાહ જ બતાવી દીધો હતો. ભગવાન મહાવીરના આ પરમ ઉપકારે જ એમને જનહૃદયમાં જગના ગુરુ, નાથ અને રક્ષક તરીકે સદા આદરણીય સ્થાન અપાવ્યું હતું. સમય જતાં આપણા માનવજાત સાથેના વ્યવહારમાંથી ભગવાનની આ અસાધારણ દેશનાનો મહિમા આથમી જવા કે ઓછો થઈ જવા પામ્યો એમાં ધર્મનો કે ધર્મમાર્ગનો નહીં, પણ આપણો જ મિથ્યાભિમાનનો દોષ છે; અને એને લીધે આપણે કંઈકંઈ અકાર્યો કરતાં રહીએ છીએ. અહીં એક બીજું ઐતિહાસિક તથ્ય પણ ધ્યાનમાં લેવા જેવું છે. મહાવીરની જેમ, ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથે પણ પોતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ચતુર્વિધ સંઘરૂપ જંગમ તીર્થની સ્થાપના કરી હતી. શાસ્ત્રીય ઉલ્લેખ તો એમ પણ કહે છે કે પાર્શ્વનાથના સંઘમાં આડત્રીસ હજાર સાધ્વીઓ અને ત્રણ લાખ સત્યોતેર હજાર શ્રાવિકાઓ જેટલો મોટો નારી-પરિવાર હતો. અને છતાં, સમય જતાં, બ્રાહ્મણધર્મની અસરને કારણે કહો, કે એવા જ કોઈ જ્ઞાત-અજ્ઞાત કારણે કહો, પાર્શ્વનાથ પછી માત્ર અઢીસો વર્ષ જેટલા ટૂંકા ગાળામાં થયેલ મહાવીરના સમયમાં પાર્શ્વપ્રભુના ધર્મસંઘની એક પણ સાધ્વી મોજૂદ હોવાનો ઉલ્લેખ મળતો નથી. એટલું ખરું કે એ વખતે ખુદ મહાવીરસ્વામીનાં માતા-પિતા પાર્શ્વનાથનાં અનુયાયી હોવાના, અન્ય શ્રાવકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy