________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૧
૩૭
આપવો એ જ છે. આ રીતે વિચારતાં, પ્રજાનો જે વિભાગ બીજી-બીજી વાતોને વધુ પડતું મહત્ત્વ આપીને કે નજીવા-નમાલા પ્રશ્નોમાં જ મશગૂલ બનીને પોતાની રાજદ્વારી ફરજો અદા કરવામાં પાછો રહેશે, એ દેશને હાનિ કરવાની સાથે-સાથે અચૂક રીતે પોતાની હસ્તિને જ જોખમમાં મૂકી દેવાનો એમાં શક નથી.
આ રીતે જોતાં અત્યારે આપણે ત્યાં પ્રજાના જે અનેક વિભાગો મોજૂદ છે, તે ક્રમે-ક્રમે ઓછા થઈને પ્રજામાં રાષ્ટ્રીયતાના પ્રાણ ધબકવા ન માંડે ત્યાં સુધી, દરેકે દરેક વિભાગે રાજકારણ સાથેનો પોતાનો સંબંધ બરાબર જાળવી રાખવાની પૂરેપૂરી તૈયારી કરવી જ જોઈએ. જૈન સમાજને પણ આમાંથી બાકાત ન રાખી શકાય.
ત્યારે હવે રાજકારણમાં ભાગ લેવાની પૂર્વતૈયારી શું તે જોઈએ.
દેશની ખરેખરી મૂડી અને મોટામાં મોટી શક્તિ એ દેશમાંના પ્રજાજનો જ ગણાય. દેશમાંનાં સ્ત્રી-પુરુષો જેટલાં શક્તિશાળી, જેટલાં ભણેલાગણેલાં, જેટલાં કળાબાજ કે હુન્નરબાજ, જેટલાં શૂરાં ને બહાદુર અને જેટલાં પ્રામાણિક કે ધાર્મિક તેટલો જ દેશ ઉન્નત અને પ્રગતિમાન સમજવો.
એટલે દેશના રાજકારણમાં ભાગ લેવા માટે વિદ્યા, કળા અને હુન્નર-ઉદ્યોગના એકેએક ક્ષેત્રમાં પાવરધા માનવીઓ તે-તે સમાજે તૈયાર કરવા જોઈએ. આવા કાબેલ માનવીઓ હોય તો જ આપણે રાજકારણને દીપાવી શકીએ અને આપણું અસ્તિત્વ ટકાવી રાખવાની સાથોસાથ દેશની ઉન્નતિમાં યોગ્ય ફાળો આપી શકીએ.
કેવળ પૈસાના જોરે આપણે ટકી શકીએ એ હવે ન બનવા જેવી વાત છે; કારણ કે પૈસો પણ અત્યારે રાજકારણનું મુખ્ય અંગ બનીને પડખું બદલી રહ્યો છે. એટલે આજનો ધનવાન ક્યારે કંગાળ બની જશે એ કહેવું મુશ્કેલ છે. તેથી અત્યારે આપણી પાસે જે કાંઈ આર્થિક સાધન-સામગ્રી હોય તેનો ઉપયોગ રાજકારણમાં પૂરેપૂરી સફળતા સાથે કામ લાગી શકે એવા કાબેલ માનવીઓને તૈયાર કરવામાં જ કરી લેવો જોઈએ.
બહુ જ ટૂંકામાં કહેવું હોય, તો એમ કહી શકાય કે લક્ષ્મી અને સરસ્વતીની સમતુલા જળવાય એ રીતે સમાજની કેળવણી કરી લેવી જોઈએ. કેવળ લક્ષ્મીના ભરોસે રહીશું તો સમાજ અપંગ બન્યા વગર નહીં રહે.
સમાજના યુવાનોને વિદ્યાના દરેક ક્ષેત્રમાં નિષ્ણાત બનાવવા એ રાજકારણ પ્રવેશની પૂર્વતૈયારી છે. આ તૈયારી માટે સમાજે કમર કસવી જ જોઈએ.
(તા. ૯-૨-૧૯૫૨) (૨) અનિવાર્યતા અને ઉપાયો
જ્યારે ધર્મમાં અનેક જ્ઞાતિ, અનેક વર્ષો અને અનેક દેશો સુધ્ધાને પોતાના વટવૃક્ષ જેવા વિસ્તાર નીચે આશ્રય આપવાની શક્તિ હોય, ત્યારે ધર્મ સ્વયમેવ સુરક્ષિત બનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org