________________
૪૧૮
જિનમાર્ગનું જતન દૂર કરવામાં કે દેશવાસીઓનું સંસ્કાર-ઘડતર કરવામાં અને એ રીતે દેશવાસીઓના રોમ-રોમમાં રાષ્ટ્રભાવનાના પ્રાણને ધબકતો કરવામાં નથી ધરાવતો.
એ પક્ષ તો એમ જ માની બેઠો છે કે આવી બધી યોજનાઓ અને આવી બધી ઇમારતોથી જ દેશનું દારિત્ર્ય દૂર થઈ દેશમાં હીર પ્રગટ થઈ જવાનું છે ! પણ જો દેશવાસીઓમાં રાષ્ટ્રભાવનાનો પાયો દઢ નહીં હોય તો અણીને વખતે આ બધું કશું જ કામ આપી શકવાનું નથી.
બીજું, આપણે ત્યાં નવાનવા હુન્નર-ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેમ જ ખેતી વગેરેના વિકાસ દ્વારા દેશની સંપત્તિમાં જે વધારો થઈ રહ્યો છે, એનો ઈન્કાર કરી શકાય એમ નથી; એમ કરવાની જરૂર પણ નથી. પરંતુ સર્વોદયની સ્થાપના માટે અથવા તો સમાજવાદી સમાજરચનાના ધ્યેયને સિદ્ધ કરવા માટે જેટલી જરૂર સંપત્તિમાં વધારો કરવાની છે, એના કરતાં વધુ જરૂર તો સંપત્તિની યથાયોગ્ય રીતે વહેંચણી થતી રહે એવી સુવ્યવસ્થા કરવાની છે. પણ હંમેશાં ચૂંટણી તરફ વધારે પડતું લક્ષ આપતો અને મૂડીદારો કે ઉદ્યોગપતિઓ પાસેથી પોતાના પક્ષના ચૂંટણી-ફંડમાં વધારેમાં વધારે નાણાં મેળવવાની નેમ રાખતો આપણો અત્યારનો રાજકર્તા-પક્ષ સંપત્તિની સમાન વહેંચણીના પાયાના સિદ્ધાંતને જ ભૂલી ગયો હોય એમ લાગે છે. પરિણામે, ધીમેધીમે પુંજીપતિઓ અને ઉદ્યોગપતિઓની જ પકડ દેશના અર્થકારણ ઉપર વધારે ને વધારે ઘેરી અને મજબૂત બનતી જાય છે.
આપણો રાજકર્તાપક્ષ અત્યારે જે બિનજવાબદાર રીતે આપણા દેશના રાજકારણને ખેડી અને ડહોળી રહ્યો છે, તે સ્વરાજ્યની સર્વોદયની સ્થાપનાના મૂળ પાયાને જ સુરંગ ચાંપે એવી છે. એનાથી સવેળા જાગી જવાય કે ચેતી જવાય તો જ બચી શકાય એમ છે.
આજે તો જાણે કુંડું અને કથરોટનો ખેલ ખેલાતો હોય એમ કોણ કોને કહી શકે અને કોણ સુધરવાની ફરજ પાડી શકે એ જ મોટો સવાલ બની ગયો છે. અરે, પ્રધાનો જેવા પ્રધાનો પણ જ્યારે પોતાના મંત્રીઓના હાથનાં ખિલૌના જેવા બની ગયા હોય, ત્યારે તો એમ જ લાગે છે કે બ્રિટિશરો ભલે અહીંથી ચાલ્યા ગયા હોય, પણ એમની નોકરશાહી તો હજી યે અહીંયાં સોળે કળાએ તપી રહી છે.
એકંદરે દેશના કારોબારમાં બિનઆવડત અને બદદાનતનું તેમ જ રાજકીય અને આર્થિક ગેરવહીવટનું વર્ચસ્વ એવું તો સજ્જડ બની ગયું છે, કે એને તોડવાનું કામ પરદેશી હકૂમતને દૂર કરવાના કામ કરતાં પણ વધારે કપરું બની ગયું છે! રાજ્યકર્તા-પક્ષ દેશની પ્રગતિને બહાને ગમે તે પ્રકારે પૈસા ભેગા કરવામાં જાણે પાગલ બની બેઠો છે. આર્થિક ગેરવહીવટ કે અપ્રામાણિકતાના, ઓડિટર જનરલ જેવાએ રજૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org