________________
સગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષકઃ ૬
૨૬૩ ઉપર સીંચાતાં રહ્યાં, કે જેથી એ પ્રવૃત્તિનો શતદળ કમળની જેમ વિકાસ થયો; એટલું જ નહીં, કોઈ-કોઈ બીજા શક્તિશાળી સાધ્વીજી-મહારાજો પણ કન્યાકેળવણીની આ પ્રવૃત્તિનું અનુકરણ કરવા પ્રેરાયાં.
બાર-તેર વર્ષ પહેલાં, જ્યારથી આ કાર્યની શુભ શરૂઆત સાધ્વીજીના માર્ગદર્શન નીચે અમદાવાદથી થઈ, ત્યારથી, એકાદ વર્ષના અપવાદ સિવાય, દર વર્ષે જુદાં-જુદાં સ્થાનોમાં કન્યાઓનું સંસ્કાર-અધ્યયન-સત્ર યોજાતું રહ્યું છે. એ રીતે ચાલુ વર્ષનું બારમું સત્ર, ગત મે-જૂન માસમાં, રાજસ્થાનના આપણા જાણીતા શ્રી લવધિ (ફ્લોધિ) પાર્શ્વનાથ તીર્થના મેડતારોડમાં યોજવામાં આવ્યું હતું.
આ સત્ર દરમ્યાન સાધ્વીજી મહારાજને જે સુભગ અનુભવ થયો તેનું બહુ જ ટૂંકું વર્ણન મુંબઈના શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘની માસિક પત્રિકા જૈન શિક્ષણસાહિત્ય-પત્રિકાના ગત જૂન માસના અંકમાં “ગ્રીષ્મકાલીન શ્રી સંસ્કાર-અધ્યયન-સત્ર (કન્યા-શિબિરનો મારો અનુભવ' એ પોતાના લેખમાં સાધ્વીજીએ આપ્યું છે.
સાધ્વીજીની ઉદાર દૃષ્ટિ અને અનાગ્રહવૃત્તિનો ખ્યાલ આ લેખના શરૂઆતના લખાણ ઉપરથી આવી શકે છે :
જ્યારે અમે સત્રના આયોજન અંગેની પત્રિકા બહાર પાડી, ત્યારે કેટલીય ખરતરગચ્છની, સ્થાનકવાસી, તેરાપંથી તેમજ વૈષ્ણવ બહેનો મારી પાસે આવી અને મને પૂછ્યું: “શું આપ અમને સત્રમાં દાખલ કરશો?” “સ્થાનકવાસી છું” એમ એક બહેન બોલી. બીજી બોલી: “હું ખરતરગચ્છની છું.” ત્રીજીએ કહ્યું: “હું તેરાપંથી છું.' એમ ઘણી બહેનો આવી ગઈ. મેં દરેક બહેનને કહ્યું: “હું તમને બધાંને દાખલ કરીશ. મારે તમને સર્વ પ્રથમ માનવતાના પાઠ શિખવાડી સુશ્રાવિકા બનાવવી છે. તમને તીર્થકર ભગવાનનું સ્વરૂપ અને તેમની આજ્ઞા – તેમના સિદ્ધાંતોનું યથાર્થ દિગ્દર્શન કરાવવું છે, જેથી તમે તેમની આજ્ઞા સરળતાથી પાળી શકો; પછી તમને સૂઝે તેમ કરજો. તમે ભલે ગમે તે ગચ્છનાં હો, તમે તમારા ગચ્છની પ્રણાલિકા સાચવો તેમાં મને કંઈ વાંધો નથી. "
સામાયિકની મહત્તા સમજાવતાં અને જૈનસંઘના જુદા-જુદા ગચ્છો અને ફિરકાઓની કન્યાઓને પોતપોતાની પદ્ધતિ પ્રમાણે સામાયિક કરવાની છૂટ અંગે તેઓ કહે છે –
“સત્રના પ્રારંભમાં અમે બહેનોને સામાયિકમાં બેસવાનું કહીએ છીએ. જેથી તેઓને જ્ઞાન-ધ્યાન સાથે સામાયિકરૂપી આંશિક ચારિત્રની આરાધના થાય. હું સામાયિકનો અર્થ, તેની આવશ્યકતા, તેની ઉપયોગિતા સમજાવીને તેમને કહ્યું કે સામાયિકનો અર્થ છે સમભાવ – રાગદ્વેષને જીતવા. તમે કોઈ પણ વિધિથી સામાયિક કરો, પણ આ વસ્તુ તમારામાં આવે તે જ મારે તમને સમજાવવું છે. આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org