________________
૨૬૨
જિનમાર્ગનું જતન
હાથે આ જવાબદારીને સફ્ળતાપૂર્વક પૂરી કરવામાં જે જેહમત ઉઠાવી તે માટે આપણે એમનો ઉપકાર માનવો ઘટે છે.
આ દિશામાં આપણે જે કામ કરવાનું છે તે કામ આપણાં વિશાળ સાધ્વીસમુદાયથી સહેલાઈથી થઈ શકે એમ છે. એટલે અભ્યાસી, ભાવનાશીલ અને સંસ્કારદાતા ગુરુનું કાર્ય કરી શકે એવાં અન્ય શક્તિશાળી સાધ્વીજી મહારાજો આ કાર્યને આગળ વધારવા તૈયાર થાય એ જરૂરી છે. આથી બેવડો લાભ થવાનો છે: આપણી બહેનો અને કન્યાઓની સુયોગ્ય રીતે કેળવણી થશે અને સાધ્વીજી મહારાજોને પણ અભ્યાસ, ચિંતન અને મનનમાં વધુ આગળ વધવાની અને એકાગ્ર થવાની તક મળશે.
આવાં કાબેલ અને વિદુષી સાધ્વીજી મહારાજ જે સાધુસમુદાયની આજ્ઞામાં હોય તે સમુદાય, વડીલ આચાર્ય આદિ મુનિરાજો આ માટે પ્રોત્સાહન આપવાની ઉદારતા દાખવે તો અવશ્ય આ કાર્યનો ઝડપથી વિસ્તાર થઈ શકે. સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી પોતાના શાસ્ત્રાભ્યાસ અને વિદ્યા-અધ્યયનમાં આ રીતે આગળ વધી શક્યાં અને આવી ભાવના અને શક્તિ કેળવી શકયાં એમાં તેઓ જેમની આજ્ઞામાં છે તે સાધુસમુદાયના વડીલોએ દાખવેલ ઉદારતા, પૂરી પાડેલી સગવડ અને કરી આપેલ મોકળાશનો કંઈ નાનોસૂનો હિસ્સો નથી.
કન્યાઓની કેળવણી માટે આવાં વધુ સત્રો યોજવાની જરૂર હોવા છતાં, તેમ જ એ માટે જવાબદારીપૂર્વક કામ કરી શકે એવાં કેટલાંક શક્તિશાળી સાધ્વીજીઓ આપણા સંઘમાં મોજૂદ હોવા છતાં, આ કાર્યનો વધુ વિસ્તાર કેમ નથી થતો એ વિચારવા જેવું છે. દા. ત., મુંબઈના કેટલાક મહાનુભાવોમાં આવાં સત્રો માટે ઘણો ઉત્સાહ પ્રવર્તે છે. તેઓ ઇચ્છત તો સાધ્વીજીશ્રી મૃગાવતીશ્રીજીની નિશ્રામાં આવું સત્ર અવશ્ય યોજી શકાત. એ જ રીતે શ્રી મયણાશ્રીજી (સૂર્યશિશુ), શ્રી વિચક્ષણાશ્રીજી તેમ જ બીજાં પણ એવાં સાધ્વીજીઓ છે, કે જેમનો ઉપયોગ આ કાર્યને આગળ વધારવા માટે આપણે અવશ્ય કરી શકીએ.
(તા. ૧૧-૬-૧૯૬૬ અને તા. ૨૪-૬-૧૯૬૭)
પૂ. નિર્મળાજીએ અમદાવાદમાં કન્યાઓનું પહેલું સંસ્કાર-અધ્યયન-સત્ર યોજ્યું ત્યારે એમની આ સત્પ્રવૃત્તિનો ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ અને વિસ્તાર થતો રહેશે એવો ખ્યાલ શ્રીસંઘને ભાગ્યે જ આવ્યો હશે. પણ, આ પ્રવૃત્તિની અત્યાર સુધીની કાર્યવાહી ઉપરથી લાગે છે, કે એ વખતે આ કાર્યનું જે બીજ રોપાયું હતું તે ખમીરદાર હતું, અને એક બાજુ સાધ્વીજીની ભાવના તથા સૂઝ-સમજનાં અને બીજી બાજુ શ્રીસંઘની ઉદાર આર્થિક સહાય અને ઉલ્લાસભર્યા સંહકારનાં એવાં ખાતર-પાણી એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org