________________
સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૯
४४७
આમ તો ગુજરાત શ્રી જીવરાજ મહેતાની કાર્યકુશળતાને સ્વરાજ્યના ઊગમ બાદ ઠીકઠીક પિછાણતું થયું હતું, પણ ગુજરાતરાજ્યના જન્મ પછીના ચાલીસ મહિના દરમ્યાન ગુજરાતને એમની વહીવટી શક્તિનો અને એમના હરનો જે પ્રત્યક્ષ પરિચય થયો તે દાખલા રૂપ બની રહે એવો છે. એમના પોતાના જ સ્વજનો દ્વારા જેમ-જેમાં એમની આસપાસ વારંવાર ઝંઝાવાતો ઊભા થતા રહ્યા, તેમ-તેમ એમનું એ હીર અને ખમીર શતમુખે વિકસતું ગયું ! તેઓ પોતાની ગંભીરતા, હિંમત, વિવેકશીલતા, શાંતચિત્તતા અને એકાગ્રતા દાખવીને સત્તાત્યાગની છેલ્લી પળ સુધી ફરજનું પાલન કરતા રહ્યા એ જોઈને તો એમને માટે ગીતાનું સ્થિતપ્રજ્ઞનું વર્ણન યાદ આવી જાય છે : માનવીને સહજ લોકપ્રીતિનું ભાતું મળે, પછી એને બીજાની ખેવના પણ શી રહે ?
આવી સુયોગ્ય, શક્તિશાળી અને ગુણિયલ વ્યક્તિને યોગ્ય સ્થાનેથી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એ જોઇને તો એમ જ લાગે છે કે જાણે આપણે આપણા પોતાના હાથે આપણા પોતાના પગ ઉપર કુહાડો મારવાની નાદાની કરીએ છીએ.
વ્યક્તિ, પક્ષ અને દેશના ભલાની દષ્ટિએ, ભગવાન બુદ્ધ જય અને પરાજયથી થતી માનવીની દુરવસ્થા સમજાવતાં જે સરળ છતાં માર્મિક શબ્દો ઉચ્ચાર્યા છે તે સૌએ યાદ રાખવા જેવા છે :
जयो वैरं प्रसवति, दु:खं शेते पराजितः ।
उपशांतः सुखं शेते, हित्वा जयपराजयौ ॥ - વિજયથી વેર વધે છે; પરાજય પામેલાની ઊંઘ હરામ બની જાય છે. પણ જે જય અને પરાજયની ભાવનાથી ઉપર ઊઠી સમભાવી બને છે તે સુખ-ચેનથી સૂવે છે.
(તા. ૨૧-૯-૧૯૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.