________________
સામાજિક સુધારો અને વિકાસ : ૪
૪૦૧ શીલ અને સંયમનું જ જો દેવાળું નીકળી જવાનું હોય, તો હવે પછીના સમાજમાં નૈતિક મૂલ્યોને શું સ્થાન રહેશે, જૂનાને સ્થાને નવાં તંદુરસ્ત મૂલ્યો કયારે અને કયાં સ્થાપિત થશે અને સમાજનાં રૂપરંગ કેવાં બનશે એની અત્યારે તો કલ્પના જ કરવાની રહે છે. સંતતિ-નિયમનનાં સાધનોનો દુરુપયોગ કેટલી હદે થવા લાગ્યો છે અને હજી પણ કેટલા વધુ પ્રમાણમાં થવાની શક્યતા છે એના દાખલાઓ આપી વિચાર કરી શકાય એમ છે. પણ એમ કરવા જતાં અપ-રસમાં સરી પડવા જેવું થાય એમ છે, એટલે એ વાતને જતી કરવી જ ઠીક. છતાં આપણે એટલું તો ધ્યાનમાં રાખ્યા વગર ચાલે એમ નથી કે આવી બાબતની ચર્ચાને જતી કરવા-માત્રથી એના અનિષ્ટમાંથી આપણે ઊગરી શકવાના નથી. એક બીજી પણ વાત અહીં આપણે સમજી લેવી ઘટે, કે આમાંના મોટા ભાગના વિચારો આપણને પરદેશમાંથી મળ્યા છે, અને આપણા દેશની મૂળભૂત તાસીર અને વિશેષતાનો વિચાર કર્યા સિવાય આપણે એમને અપનાવી લીધા છે. આવા અવિચારી ઉપરછલ્લા અનુકરણથી લાભને બદલે હાનિનો જ વધુ સંભવ છે. એક દાખલો લઈએ. વિલાયતમાં (અને બીજે પણ) સજાતીય સંબંધ એ સજાને પાત્ર ફોજદારી ગુનો ગણાતો. થોડા વખત પહેલાં જ ત્યાં આવા સજાતીય સંબંધને આવી ગુનાઓની યાદીમાંથી બાકાત કરવામાં આવ્યો ! આમાં કેવું સમાજકલ્યાણ સમાયું હશે એ તો ભગવાન જાણે ! આ તો વિલાસિતા અને અસંયમને અત્યારે ધીમેધીમે કેવો છુટ્ટો દોર અપાતો જાય છે અને એની સામેના કાયદાનાં બંધનો કેવાં શિશિલ થતાં જાય છે એનો એક આંખો ઉઘાડી મૂકે એવો દાખલો છે.
કોઈક દાખલામાં સંતતિ-નિયમનનાં સાધનોનો ઉપયોગ નિષ્ફળ જાય, તો પછી સંતતિના જન્મને અટકાવવા માટે શું કરવું એ પ્રશ્ન પરત્વે પણ આપણે ભારતની પ્રકૃતિને . અનુરૂપ મધ્યમ માર્ગ શોધવાને બદલે પરદેશની બુદ્ધિ પ્રમાણે ગર્ભપાતરૂપ છેલ્લા પાટલે બેસવા આપણે તૈયાર થઈ ગયા છીએ; બલિહારી છે આપણી અંધ-અનુકરણ-વૃત્તિની ! સ્વરાજ્ય આવ્યા બાદ, રાજદ્વારી રીતે આપણે સ્વાધીન થવા છતાં, માનસિક રીતે જાણે આપણે વધારે પરાધીન અને પંગુ બની ગયા છીએ !
જરૂર પડતાં (અલબત્ત, એની કેટલીક પૂર્વશરતો પાળીને) વિના રોકટોક ગર્ભપાત કરી શકાય એ માટે અમુક સંજોગોમાં કરવામાં આવેલ ગર્ભપાતને સજાપાત્ર ફોજદારી ગુનાની યાદીમાંથી બાકાત કરાશે ! કાયદામાંથી મુક્તિ મેળવવા માટેની ઝીણી-ઝીણી શરતોને અભરાઈએ મૂકીને એ છૂટનો કેટલો બધો દુરુપયોગ થઈ શકે છે એ વાત અત્યારે સમજાવવી પડે એવી રહી નથી. અમને તો આ એક નવું અને વધુ ભયંકર અનિષ્ટ ઊભું થતું લાગે છે; એને અટકાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org