________________
૧૩
સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ
(૧) પ્રજાની કોઠાસૂઝ અને સામૂહિક નેતાગીરી જ તરણોપાય
હજુ જાણે ગઈ કાલે જ પૂરા થયેલા આપણા રાજ્યસંચાલનના સને ૧૯૬૨ના ફેબ્રુઆરીથી લઈને તે સને ૧૯૬૭ના ફેબ્રુઆરી સુધીના ત્રીજા એકમના સમયમાં બનેલી ઘટનાઓનું સિંહાવલોકન કરતાં, દેશ ભાંગી જાય, હતાશ થઈ જાય કે પાછો પડી જાય એવી એક પછી એક ચડિયાતી આફતો આપણા ઉપર સતત વરસતી રહી હોય એમ લાગે છે. આ આફતોમાં આંતરિક આફતો પણ પુષ્કળ હતી, બહારની મુસીબતો પણ ખૂબ જંગી હતી; અને એ બધું ઓછું હોય એમ કુદરતે પણ મુસીબતો વરસાવવામાં જરા ય પાછું વાળીને જોયું નથી ! પાંચ વર્ષ જાણે પાંચ દાયકાની મુસીબતોના પુજને લઈને આવ્યાં હતાં, અને તે પણ આપણી લોકશાહીની બાલ્યાવસ્થામાં !
- આ પાંચ વર્ષ દરમ્યાન આપણા શાસકપક્ષની શિસ્ત અને સેવાભાવના ખૂબ શિથિલ બની ગઈ; એમાં સત્તા માટેની તાણખેંચ, જાદવાસ્થળી કહી શકાય એટલી હદે વધી ગઈ, પરિણામે, દેશભક્તિનું સ્થાન પક્ષભક્તિથી આગળ વધીને સ્વાર્થભક્તિએ લીધું. સમગ્ર રાજતંત્રમાં લાંચરુશ્વત અને લાગવગનો રોગ વ્યાપી ગયો, અને પ્રજામાં – ખાસ કરીને ઉદ્યોગ, વેપાર કે સત્તાધારીઓ ઉપર કાબૂ ધરાવતા પ્રજાવર્ગમાં – અપ્રામાણિકતા અને દુરાચારનો વ્યાધિ પ્રસરી ગયો ! અધૂરામાં પૂરું, પ્રાંતવાદ, ભાષાવાદ અને કોમવાદના ભૂતને પણ છૂટો દોર મળી ગયો. સુવર્ણધારો, ફરજિયાત બચત યોજના અને રૂપિયાનું અવમૂલ્યન એ પણ આ પાંચ વર્ષના ગાળાની જ પેદાશો છે. દેશની શક્તિને ઊધઈની જેમ અંદરથી કોરી ખાય એવી આ આંતરિક આફત કંઈ જેવી તેવી ન હતી.
આ પાંચ વર્ષ દરમ્યાન જ આપણા દેશ ઉપર બે પરદેશી જંગી આક્રમણો થયાં ભાઈ હોવાનો દાવો કરનાર ચીને દગો રમવાનું પસંદ કરીને આપણા દેશ ઉપર આક્રમણ કર્યું અને તે પછી, મૂળ ભારતના જ અંગમાંથી પેદા થયેલ આપણા દેશના બે-તરફી પાડોશી પાકિસ્તાને કાશ્મીરના જરીપુરાણા પ્રશ્નના બહાને આપણા ઉપર જબરું આક્રમણ કર્યું. પરચક્ર-આક્રમણની આ મહાઆપત્તિએ ભારતવર્ષની સમસ્ત પ્રજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org