________________
૩૮૪
જિનમાર્ગનું જતન શાસ્ત્રકારોએ અહિંસા, સંયમ અને તપને ધર્મનાં ઉત્કૃષ્ટ સાધનો ગણાવ્યાં છે; અને તેમાંયે અહિંસાને પરમ ધર્મ તરીકે પ્રમાણિત કરી છે. પણ આ અહિંસાની સાધના ક્ષમાની સાધના વગર સદા ય અધૂરી જ રહે છે. પોતાની ભૂલની માફી માગવા જેટલી સરળતા અને બીજાની ભૂલને જતી કરવા જેટલી ઉદારતા માનવીના હૃદયમાં ન વસે તો અહિંસાની સાધના પરાકાષ્ઠાએ પહોંચી જ ન શકે. કહેવામાં આવ્યું છે કે જે ખમાવે તે આરાધક અને ન ખમાવે તે વિરાધક.
આ ઉપરાંત, સામાજિક જીવનને તંદુરસ્ત રાખવામાં પણ ક્ષમાનો ઘણો મોટો ઉપયોગ છે. તેથી ક્ષમા માગવાનું કે ક્ષમા આપવાનું પવિત્ર કાર્ય કોઈ પણ પ્રકારની કષાયભરેલી લાગણીઓથી રહિતપણે અને સાવ નિરપેક્ષભાવે જ થવું જોઈએ. ક્ષમા માગવામાં ન લઘુતા લાગવી જોઈએ, ન ક્ષમા આપવામાં ઉપકારની લાગણી અનુભવવી જોઈએ. આપણા મન ઉપર જે અનેક દોષો અને ભૂલોનો ભાર ચડી બેઠો હોય તેને દૂર કરવા માટે જ ક્ષમાનો આશ્રય લેવો જોઈએ.
જૈન સમાજ આજે મોટે ભાગે વેપારીઓનો સમાજ હોવા છતાં, આત્મ-ભાવનું સરવૈયું કાઢવામાં આપણે પાછળ પડી ગયા છીએ. પણ હવે એવી બેદરકારી દૂર કર્યા વગર ચાલે એમ નથી.
(તા. ૨૮-૧૯૪૯)
(૩) મહાવીર-જયંતીઃ વિશિષ્ટ ઉજવણીની જરૂર
નિશાળમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી, એકએક વિદ્યા પોતાને કોઠે પડી જતાં નવીનવી વિદ્યા હાંસલ કરવા પ્રયત્ન કરતો રહે તો જ એનો સાચો વિકાસ થાય. એ જ વાત જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોને માટે પણ એટલી જ સાચી છે. અહીં મહાવીરજયંતીની ઉજવણીના પ્રકારનો આ દૃષ્ટિએ થોડોક વિચાર કરવો ઉચિત લાગે છે.
૩-૪૦ વર્ષ પહેલાં એવો સમય હતો, કે ભગવાન મહાવીરની જયંતીની (જન્મ-કલ્યાણકની) ઉજવણી જાહેર સભારૂપે કરવામાં આવે એની સામે સમાજના રૂઢિચુસ્ત વર્ગનો સજ્જડ વિરોધ હતો; અને કયારેક-ક્યારેક તો એ વિરોધ કેવળ બોલાચાલી કે હૂંસાતૂસીરૂપે જ નહીં, પણ મારામારી રૂપે પણ પ્રગટ થઈ જતો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org