SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન આવી નેતાગીરી ઊભી કરવાનું એકમાત્ર સાધન ઉત્કટ અને નિર્ભેળ રાષ્ટ્રભાવના જ છે. આવી ભક્તિ અને ભાવના જ જુદીજુદી વ્યક્તિઓમાં એકતાની સ્થાપના કરીને સમર્થ સામૂહિક નેતાગીરી પૂરી પાડી શકશે. આપણામાં આવી નિષ્ઠાપૂર્ણ રાષ્ટ્રભક્તિ જન્મો અને વિકસો - એ જ અભ્યર્થના. ૪૧૬ (૨) લોકશાહીનો અખંડ દીવો અને લોકધર્મ હિંદુસ્તાનની લોકશાહી એ અર્થમાં સફ્ળ થઈ છે કે એની ત્રણ-ત્રણ સામાન્ય ચૂંટણીઓ ખૂબ વ્યવસ્થિત રીતે, શાંતિપૂર્વક સફ્ળ થઈ છે અને દેશનું વ્યવસ્થાતંત્ર છેલ્લાં વીસ વર્ષ દરમ્યાન એકંદરે એકધારું અને વિશેષ ધાંધલ-ધમાલ વગર ચાલતું રહ્યું છે. તેમાં ય એકાદ નજીવા અપવાદને બાદ કરતાં, રાજ્ય-સંચાલનનાં સૂત્રો સ્વરાજ્ય-પ્રાપ્તિથી તે આજદિન સુધી, દેશની મુકમ્મિલ આઝાદી માટેની મહાત્મા ગાંધીજીની સરદારી નીચેની અહિંસક લડતની આગેવાની સંભાળનાર રાષ્ટ્રીય મહાસભા(કૉંગ્રેસ)ના હાથમાં જ રહ્યાં છે. સ્વરાજ્યપ્રાપ્તિ બાદ આવી સફ્ળ સામાન્ય ચૂંટણીઓ અને આવું વ્યવસ્થિત રાજ્યતંત્ર એ દુનિયાની તવારીખમાં નોંધપાત્ર બની રહે એવી બીના છે; એને લીધે દેશનાં શાન અને માન વધ્યાં છે. ભારત સ્વતંત્ર થયા પછી નાના-મોટા કંઈક દેશો સ્વતંત્ર થયા; પણ એમાંથી કેટલા ઓછા દેશોમાં રાજદ્વારી વ્યવસ્થા અને સ્થિરતા કાયમ થઈ શકી છે ! ખંડ જેવો વિશાળ દેશ – ‘ઉપખંડ’ તો કહેવાય જ છે; નિરક્ષર પ્રજાનું પ્રમાણ ઘણું જ વધારે. છતાં નિરક્ષર હોય કે ભણેલ હોય, દરેક ઉંમરલાયક સ્ત્રી-પુરુષને મતદાનનો અધિકાર – એ રીતે અઢાર-વીસ કરોડ જેવી જંગી સંખ્યાનાં માનવીઓને મત આપવાનો હક્ક, વળી વિરોધપક્ષોની ઉત્તરોઉત્તર વધતી રહેલી સંખ્યા; આવી પરિસ્થિતિમાં સામાન્ય ચૂંટણીઓ દેશભરમાં ખૂણે-ખૂણે યોજવી એટલે એક રીતે તો દારૂગોળા સાથે અડપલા કરવા જેવું વિચિત્ર કામ ! છતાં એ કામ સૌને સંતોષ થાય એવી સફળતાપૂર્વક પાર પડ્યું એ માટે શાસનતંત્ર અને પ્રજા બંનેને ધન્યવાદ ઘટે છે. લોકશાહીના ધ્યેયને વરેલો આવડો વિશાળ અને વિવિધ સંસ્કૃતિઓના ભંડારસમો દેશ આખી દુનિયામાં એકમાત્ર હિંદુસ્તાન જ છે. અને બે દાયકા જેટલા લાંબા સમયને માટે પોતાની લોકશાહીને ટકાવી તેમ જ સ્થિર કરી જાણીને એણે વિશ્વભરમાં Jain Education International (તા. ૧૮-૩-૧૯૬૭) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy