________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૧
આ દ્રશ્ય જગતનું પાવર હાઉસ આત્મામાં રહેલ જ્ઞાન, દર્શન, ચારિત્રની સાથે સંલગ્ન પ્રાણશક્તિ રૂપ કુંડલિની શક્તિ છે. જ્ઞાન અને પ્રાણનો પરસ્પર સંબંધ છે. કુંડલિની શબ્દ એ યોગદર્શનનો પારિભાષિક શબ્દ છે. સંસારમાર્ગે આ શક્તિનો ઉપયોગ દેહભાવે-વિભાવ ભાવે છે. અધ્યાત્મમાર્ગે એ શક્તિનો ઉપયોગ આત્મભાવે છે.
શુદ્ધ જ્ઞાન-દર્શન - ચારિત્રની શકિત કેવલી ભગવંત અને સિદ્ધ ભગવંતમાં છે. યોગદર્શન અને સાંખ્યદર્શન દ્વારા કુંડલિની શક્તિને જાગૃત કરીને ષચક્રોનું ભેદન કરીને સુષુણ્ણા નાડી દ્વારા સહમ્રારમાં પ્રવેશ કરાવી આત્માનુભવ કરી શકાય છે.
કુંડલિની સુષુપ્ત હોય ત્યાં સુધી અજ્ઞાન અને મોહજનિત ભાવો વર્તે છે. જે મોહભાવે કરીને જીવ સંસારનું નિર્માણ કરે છે એથી વિપરીત કુંડલિની શક્તિ જાગ્રત થતાં નિર્મોહતા આવતી જાય છે અને મોક્ષમાર્ગ તૈયાર થતો જાય છે.
ત્રીજી દ્રષ્ટિમાં ક્ષેપ નામનો દોષ ટળી ગયો હોવાથી બાહ્ય સ્ત્રી વગેરે નિમિત્તોથી -યોગમાર્ગમાંથી ચિત્તનું બહાર ફેંકાઈ જવું તે-ત્યાં ન હોવાથી ક્ષેપ નામનો દોષ ત્યાં ના હતો છતાં જાગૃતિ, પ્રણિધાન તીવ્ર ન હોવાથી અંદરથી કષાયો ઉઠવાની સંભાવના હતી તેથી ત્યાં પ્રશાંતવાહિતા ન હતી જે આ દૃષ્ટિમાં જોવા મળે છે.
સારી પણ ક્રિયા સારાભાવ પૂર્વક કરવા છતાં ચિત્તમાંથી-અંદરથી કષાયો - દોષો — વિકારો ન ઉઠે તો જ તેનો આનંદ અનુભવાય છે. એટલે જે યોગ પડ્યો છે તેમાં જ મન પડાયેલું રહેવું જોઈએ અન્યથા એક યોગમાંથી બીજા સારા પણ યોગમાં ચિત્ત ઉઠીને જાય તો તેનું જામે નહિ. જેમ એક જગ્યાએ એક બીજ વાવ્યું. પાણી ખાતર વગેરેનું સિંચન થયું. છોડ થયો તેને ઉખેડીને બીજે રોપો વળી ત્યાંથી ઉખેડીને ત્રીજે વાવો તો તેનું ફળ મળતું નથી તેમ ઉત્થાન દોષમાં આત્માને ચિત્તનું ઠરવાપણું થતું નથી,
ત્રીજીદૃષ્ટિમાં કષાયો-દોષોનું ઉત્થાન હતું અને ચોથી દૃષ્ટિમાં તે નથી તે બંનેમાં બોધ જ કારણ છે. ત્રીજી દૃષ્ટિમાં બોધને અનુરૂપ સંસ્કારોનું આધાના થતું ન હતું તેથી ત્યાં પયઃ સ્મૃતિ હતી જ્યારે ચોથી દ્રષ્ટિમાં બોધને અનુરૂપ સંસ્કારોનું ઉત્થાન થાય છે તેથી ત્યાં દોષોનું ઉત્થાન થતું નથી. તત્ત્વશ્રવણ નામનો ગુણ આ દ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે.
ત્રીજી દ્રષ્ટિમાં તત્ત્વશુશ્રુષા અર્થાત્ તત્ત્વને સાંભળવાની ગરજ એવી પેદા કરી હતી કે જેના બળ ઉપર હવે ત સાંભળવા મળતાં જ તત્ત્વ પામી જાય તેવી યોગ્યતા ધરાવે છે.
આ દૃષ્ટિમાં રહેલો જીવ તત્વ સંભળાવનાર ગુરુ પ્રત્યે અથાગ આદર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org