________________
૧૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પહેલી ત્રણ દૃષ્ટિના કરેલા વારંવારના પરાક્રમ અને તેનાથી વધેલી વિશુદ્ધિનો લાભ અહિંયા અનુભવાય છે.
આ સંસારમાં મનની બે જ ગતિ છે, કાં મનને અંદરમાં આત્મા સાથે જોડો અથવા મનને વિષયોમાં જોડો. મનને વિષયોમાં જોડવાથી મન ભટકતું જ રહે છે. કોઈ પણ વિષય ઉપર મન સ્થિર થઈ શકતું નથી. વિષયોમાં તો મનને એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં રખડપટ્ટી જ કરવાની છે. વાંદરીના બચ્ચા જેવી સ્થિતિ છે જેમાં વાંદરીનું બચ્ચું વૃક્ષ ઉપર ચડવાનો પ્રયત્ન કરે, પાછું ત્યાંથી નીચે આવે, ત્યાં પાછું નીચે પડેલા વૃક્ષના કચરામાં આળોટે વળી પાછું ઉપર ચડે તે ક્યાંય પણ ઠરીઠામ થતું નથી તેમ વિષયોમાં ગયેલા મનને ભટકવા સિવાય બીજું કાંઈ જ કરવાનું હોતું નથી. ત્યાં ક્યાંય વિશ્રામ સ્થાન નથી. ચંચળતા છે. જ્યારે અંદરમાં ગયેલું મન આત્મા સાથે જોડાઈને સ્વરૂપનો આનંદ અનુભવે છે.
ચોથી દૃષ્ટિમાં આવેલા જીવે સંસારમાં ઘણું બધું જોઈ લીધું છે. એટલે તેને વિષયોમાં ક્યાંય પણ ઠરવાપણું નથી. ત્યાંથી તો તેનું મન ઉભગેલું છે. તેથી હવે તે શાંત બન્યું છે. સંસારનું જે સારું તે આત્માનું બગાડનારું છે એવી પાકી શ્રદ્ધા અહિંયા થયેલી છે.
અશુભ ભાવોનો આચાર-વિચાર અને પ્રણિધાનનો ઉદ્દેશ રૂપે રેચ થઈ ગયો છે. આ દૃષ્ટિમાં અશુભ આચારો નીકળી ગયા છે. વિચારોમાંથી પણ મલિનતા મહદંશે નીકળી ગઈ છે અને પ્રણિધાન એક માત્ર સ્વરૂપને પામવાનું છે તેથી અંદરમાં પ્રશાંતવાહિતા છે. ઉત્થાન દોષનો અભાવ છે કારણ કે અંદરમાંથી જગતનું કાંઈ જોઈએ છે. એવી વૃત્તિ નીકળી ગઈ છે.
ધર્મની ક્રિયા કરતા કે બીજી ક્રિયા કરતા અંદરથી માનાદિ કષાયોનું ઉઠવું તે ઉત્થાનદોષ છે. જેમકે દાનાદિ શુભ પ્રવૃત્તિ કરતા માન મેળવવાનો, લોકો સારા કહે, પ્રશંસા કરે અથવા હું દાનવીર છું. બીજા મારા જેવું દાન કરતા નથી. મારી જેમ સુંદર ભક્તિ કરતા નથી, ધર્મમાં હું બહુ સારું સમજી શકું છું ઇત્યાદિ કપાયોનું ઉઠવું તે ઉત્થાન દોષ છે તેનો આ દૃષ્ટિમાં અભાવ હોય છે કારણ કે તેવા પ્રકારના અનંતાનુબંધી કષાયોની ઉત્કટ મંદતાથી થયેલ પ્રશાંતવાહિતાનો લાભ આ દૃષ્ટિમાં હોય છે. જો કે વાસ્તવિક પ્રશાંતવાહિતાનો લાભ તો છઠ્ઠી દૃષ્ટિમાં થાય છે છતાં તેની કંઈક ઝલક તો અહિંયા જોવા મળે છે. જો કે આ દૃષ્ટિમાં પણ હજુ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય પડેલા છે તેથી આત્માએ જાગૃતિ ઘણી રાખવી પડે છે ક્યારેક જાગૃતિનું તત્ત્વ ખૂટે અને કષાયનો ઉદય બળવાન થઈ જાય તો ક્યારેક કપાયો તેનું કામ કરી જાય તેવું બને છતાં અંદરથી ક્ષયોપશમભાવ તૈયાર થતો હોવાના કારણે તે તરત જ શમી જાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org