________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અંદરમાં એવું દૃઢ બેસી ગયું છે કે આ સંસારમાં પુણ્યના ઉદયે રાજા-મહારાજા ચક્રવર્તી કે ઇન્દ્રપણું મળો તેનાથી આત્માને લાભ શું ? આ બધા પર્યાયો તો વિનાશી છે. ક્ષણભંગુર છે. પરિવર્તનશીલ છે. જે દેવલોકના દેવને બીજી સેકન્ડ ગટરમાં આળોટતો ભુંડ બનાવે, દેવીને ભુંડણ બનાવે, ચક્રીને નરક અપાવે, મનુષ્યને કૂતરો બનાવે, કૂતરાને ચંડાળ બનાવે, ચંડાળને દેવ બનાવે, દેવને વળી પાછો કૂતરો બનાવે, એવા આ સંસારના વિનાશી પર્યાયોમાં શું રાચવા જેવું છે ? ચોથી દૃષ્ટિના વૈરાગ્યના બળ ઉપર, ઉદાસીનતાના બળ ઉપર, પ્રશાંતવાહિતાના બળ ઉપર હવે તે બધું પારકું લાગે છે, બળતા ઘર જેવું લાગે છે. તેમાં આત્માના મૌલિક જ્ઞાન, દર્શન, ચારિત્રના પદાર્થોની નાલેશી, વિડંબના દેખાય છે. તેથી હવે જીવ બહારમાં ઠરતો નથી. તેનો આત્મા અંદરથી એક જ પ્રશ્ન પૂછે છે કે આ બધું મળ્યું તેમાં તારું શું ? તને શું મળ્યું ? તારા જ્ઞાન, દર્શન, ચારિત્રના કયા પર્યાયની વૃદ્ધિ થઈ ? તું શું પામ્યો ? કહ્યું છે કે -
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારનું વધવાપણું એ નવિ ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, તેનો વિચાર નહિ અહોહો એક ક્ષણ તમને અહો ! નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શકિતમાન જેથી જંજીરેથી નીકળે , પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુખ તે સુખ નહિં. લક્ષ્મી વધી તો તે તિજોરીમાં વધી, સત્તા મળી તો તે બહારમાં મળી, પરિવાર વધ્યો તો મ્યુનિસિપાલીટીનું પત્રક વધ્યું એમાં આત્માનું તો કશું જ વધ્યું નહિ. આ બધાની વૃદ્ધિમાં આત્મા તો આ મનુષ્ય ભવને હારી રહ્યો છે, તેનો વિચાર તમને એક ક્ષણવાર પણ આવતો નથી એ ખરેખર આશ્ચર્ય છે.
હકીકતમાં તો આ માનવભવ વિષયોનું સુખ મેળવવા માટે નથી પણ આત્માનું સ્વાભાવિક, નિર્વિકારી, નિર્દોષ સુખ મેળવવા માટે છે. તે જ રીતે મળે તે રીતે તમે મેળવો. પર વસ્તુમાં મૂંઝાવાથી આત્માને પરલોકમાં નરકાદિના દુઃખ ભોગવવા પડે છે.
આમ આ આત્માને અંદરથી બધી વૃત્તિઓ નીકળી ગયેલી હોવાથી શાંતરસની ધારા ચાલે છે. પહેલી ત્રણ દૃષ્ટિમાં જેવા વિષયોના આકર્ષણ, ખેંચાણ હતા તે હવે રહ્યા નથી. હવે તો આત્મા ગ્રંથિભેદની નજીકમાં આવ્યો છે તેથી ચિત્તમાંથી ઇચ્છાઓ, વિચારો, કષાયોના ઉકળાટ બધા શાંત થઈ ગયાં છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org