________________
: ર૭ :
મામા-ભાણેજ ચિત્તવૃત્તિ અટવીમાં પહોંચ્યા. ભાણને કુતુહલ થતાં મામાએ “ચિત્તવૃતિ” અટવી, “પ્રમતતા” નદી, “ તદિલસિત” દ્વીપ, “ ચિત્તવિક્ષેપ” મંડ૫, “તૃણું” વેદિકા, વિપર્યાસ” સિંહાસન અને “મહામહ” રાજાનું વર્ણન કહી સંભળાવ્યું,
વાત સાંભળવામાં હોંકારે ન આપવાથી મામાએ ભાણાને પૂછ્યું, તું બરાબર સમજે છે ? ભાણુએ હા કહી એટલે મામાએ રહસ્ય સમજવા વચ્ચે ભૌતાચાર્યની વાત કહી.
“સદાશિવ” પૂજારીએ પિતાના બહેરાપણની દવા માટે શાંતિશિવ શિષ્યને વિદ્ય પાસે મોકલ્યો. એ વેળા કઈ અપરાધ બદલ વૈદ્ય પુત્રને મારતા હતા. શાંતિશિવે પૂછ્યું કે આ શું કરે છે ? વૈદે જણાવ્યું, “ આ મારૂં કશું સાંભળતો નથી.” શાંતિશિવ સમજે કે બહેરાપણાને ઉપાય માર છે. ગુરૂને માર્યા, એ અધમૂવા બન્યા. ભક્તોએ છોડાવ્યા. વૈદ્યને બેલાવતાં સર્વ સમાધાન થયું.
મામાએ કહ્યુંઃ ભાણ ! તને સ્પષ્ટ ન સમજાય તે પ્રશ્ન કરજે, મંડપ વિગેરેના ભાવાર્થની સમજુતી માટે એક કથા ચાલુ કરી. વિદ્વહક કથા :
ભુવનદર” નગરના “અનાદિ” રાજા અને “સંસ્થિતિ” રાણુને ખાઉધરો “વેલહક ” પુત્ર હતો. અજીર્ણ, ઉદરપીડા હોય તોય ભેજન તજતો ન હતો. ઉજાણી કરવા ગયા. ત્યાં ખૂબ ખાતાં તાવ ચડયો. સમયઘે કહ્યુંઃ આપને તાવ છે માટે ન ખાવું જોઈએ. ન માન્યું અને ખાવા લાગ્યો. આખરે વમન થયું અને એમાં જ રગદોળાયો. વમન પાસેનું અન્ન આરોગ્યું. સન્નિપાત થઈ ગયો. પછી કઈ રક્ષણ આપી ન શકયું. અનંતકાળ રીબાયે.
આ સ્થળે પ્રજ્ઞાવિશાળાએ અગ્રહીતસંકેતાને ચિત્તવૃત્તિ અટવીમાં આવેલા પાત્રોની વાર્તા સાથે સ યોજના કરી બતાવી.