________________
* ૨૬ :
“નિર્મળચિત” નગરના મલક્ષયરાજા અને સુંદરતા રાણની “બુદ્ધિ” નામની પુત્રી સાથે વિચક્ષણકુમારના લગ્ન થયાં. એને
પ્રકર્ષ ” પુત્ર થયો. બુદ્ધિને “વિમશ” ભાઈ હતા. હેન ઉપરના પ્રેમને લીધે એ એની સાથે જ રહે. આ રીતે વિમર્શ અને પ્રકષ મામાભાણેજ થયા.
વિચક્ષણ અને જડ વદનકેટર બગીચામાં ફરવા ગયા. ત્યાં “લતા” નામની નમણી નારીને પરિચય થતાં જ એમાં આસક્ત બની ગયો. અને એના કહ્યા મુજબ “રસના” ને સુંદર ભજન વિગેરે દ્વારા પ્રસન્ન રાખતો. પણ વિચક્ષણ અલિપ્ત જ રહ્યો. જડના સ્વજનોએ જડ-રસનાના સંબંધને આવકાર્યો પણ વિચક્ષણના માતતાતે રસનાની મૂળાત્પત્તિ જાણવા જણાવ્યું. વિમર્શ અને પ્રકર્ષ રસનાની જાતભાતની ભાળ કરવા ઉપડ્યા.
મામા ભાણેજ બાહ્ય પ્રદેશોમાં ફરી અંતરંગ પ્રદેશ “રાજસચિત” નગરે આવ્યા. “મિથ્યાભિમાન” અધિકારીએ નગરની શુન્યતાનું કારણ જણાવ્યું. “રાગકેશરી ” નું આ નગર છે. “વિષયાભિલાષ” મંત્રી છે. સ્પર્શન રસના વિગેરે એના અનુચરોને સંતોષે હેરાન કર્યા એટલે રાજા, દાદા મહામહ, મહામંત્રી યુધે ચડ્યા છે. મામાને રસનાને રહેજ ખ્યાલ આવ્યો પણ વધુ બાતમી આપવા મિથ્યાભિમાને ના પાડી.
મામા-ભાણેજ “ તામસચિત” નગરે પહોંચ્યા. “ શક” સાથે મેળાપ થતાં એણે જણાવ્યું કે હું મારા મિત્ર “મતિમોહ”ને મળવા આવ્યો છું, આ મહામહના બીજા પુત્ર ઠેષગજેન્દ્રનું નગર છે. એને મહારાજા સાથે યુદ્ધમાં જવું પડયું છે. એમના પત્ની અવિવેકતા ગર્ભવતી હોવાના લીધે “સૈદ્રચિત્ત ” નગરે “દુષ્ટાભિસધિ” રાજાને ત્યાં મોકલી. એણે “વૈશ્વાનર”ને જન્મ આપે છે