________________
: ૨૫ :
ક્ષણે કુમારીએ સભામાં ક્ષોભ થવાનું કારણ પૂછ્યું. કુમારે ગલ્લાતલ્લા કર્યો. સુંદરીએ કળાઓનું વિવેચન કરવા જણાવ્યું અને વાત વધી પડી રિપુદારણ ઉશ્કેરાયો અને વિનીત પત્નીને તિરસ્કાર કર્યો. પત્નીએ ક્ષમા માંગી પણ કુમાર ન માન્યું. રાજભુવનમાંથી કપાંત કરતી નિકળીને કુમારના પિતાના મહેલે ગઈ.
નરસુંદરીને તાવ આવી ગયો. સાસુ વિમલમાલતીને કારણની જાણ થતાં પુત્રને સમજાવવા આવી. પણ પુત્રે માતાને લાત મારી તિરસ્કૃત કરી. વિમલમાલતીએ નરસુંદરીને વાત કરતાં તે મૂછિત બની ગઈ વિમલમાલતીના કહેવાથી નરસુંદરી પતિ પાસે આવી માફી માગી. કુમાર ન છાજે એવું બોલી ગયો. નરસુંદરી હતાશ થઈ ત્યાંથી નિકળી શુન્યગ્રહમાં જઈ ગળે ફાંસે ખાધે. વિમલમાલતી પાછળ આવી હતી, એણે પણ આપઘાત કર્યો. કુંદલિકા દાસી તપાસ કરતી અહીં આવી ચડતાં બે મૃતક જોઈ બૂમરાડ મચાવી મૂકી, લેકેના જાણમાં વાત આવી. સૌએ રિપદારણને ફજેતો કર્યો. ભિખારીની જેમ રખડતી દશામાં અને વર્ષો ગાળવા પડ્યા. રસના કથાનક :
એક દિવસે નરવાહન રાજા “લલિત” ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં શાંત મુનિશ્વરને જોયાં. એમને નમસ્કાર કરી વૈરાગ્યનું કારણ પૂછયું. વિચક્ષણાચાર્યો લાભને વિચાર કરી સ્વવૃત્તાન્ત કહેવાનું પ્રારંભ કર્યું.
“ ભૂતલ” નગરમાં મલસંચય રાજા અને તત્પક્તિરાણીને શુભદય” અને “અશુભદય” બે પુત્રો હતા. શુભદયને નિજચારતા પત્ની અને “વિચક્ષણ” કુમાર પુત્ર હતો. અશુભદયને સ્વયેગ્યતા પત્ની અને બે જડ” પુત્ર હતો. વિચક્ષણ અને જડ કાકા-કાકાના પુત્ર હોવાથી ભાઈ થયા. વિચક્ષણ ગુણીયલ અને જડ લગે હતો.