________________
૩૪
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪ બેચરદાસજીને મત ઉધ્ધત કરીને જણાવ્યું છે કે ચૈત્ય શબ્દનો અર્થ જ્ઞાન કરવામાં આવે છે તે વ્યાકરણની રીતે ભેટે છે. | શબ્દકે–જુદા જુદા પ્રાચીન શબ્દકોષમાંના કેઈપણ શબ્દકોષમાં ચૈત્યના અર્થમાં જ્ઞાન, સાધુ વગેરે અર્થ આપેલ નથી. પણ તેમાં આપેલા જિનબિંબ, જિનપ્રતિમા અને જિનમંદિર અર્થો જ જૈન સૂત્રમાં બરાબર બંધબેસતા થાય છે.
ગોંડલના આધુનિક શબ્દકેષમાં અત્યાર સુધીમાં જુદા જુદા સંઘ તથા સમાજેએ ચૈત્ય શબ્દના જે જે અર્થ કર્યા છે તે સર્વ અર્થને સંગ્રહ કરવામાં આવેલ છે તેથી તેમાં સ્થાની માન્યતા ધ્યાનમાં લઈને સાધુ અર્થ પણ લખે હેય તો તે અર્થ વ્યુત્પત્તિ રીતે ખોટો છે અને તે અર્થ જેનસૂત્રમાં લાગુ પડી શકતો નહિ હોવાથી જૈન સુત્રો માટે તે અર્થ ખોટ છે.
વિશેષ વિગત માટે મારા મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાય” નામના પાનાં ૧૧૨ થી ૧૨૦ તથા “ચિત્ય શબદ પર વિચાર” નામનું આ પુસ્તકમાંનું પ્રકરણ નં. ૭ જુઓ,
પં, બેચરદાસજીની અર્થ કરવામાં ભૂલ–પં. બેચરદાસજીએ વ્યુત્પત્તિ પ્રમાણે ચૈત્ય શબ્દનો અર્થ ચિતા પરનું સ્મારક કરેલ છે તે અર્થ સૂત્રોમાં લાગુ પડી શકતા નથી તે પણ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિએ તેમના “ચૈત્ય શબ્દ પર વિચાર” નામના પ્રકરણ નં. ૭ માં વિસ્તારથી બતાવેલ છે.
પ્રતિષ્ઠાના મેહથી સ્થા તરફથી સત્યની અવગણના શરૂઆતમાં મૂર્તિપૂજાને વિરોધ કરતી વખતે, મૂતિ અને મૂર્તિપૂજા એ બે જુદી જુદી બાબત છે કે નહિ સમજવાથી સ્થાનકવાસી મુનિઓએ મૂર્તિને પણ ભૂલથી અમાન્ય કરી અથવા તો અજ્ઞાનથી અમાન્ય કરી. તે ગમે તેમ હોય પણ એક વખત અમાન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com