________________
૧૧૪
મૂળ જૈન ધર્મ અને
દરેક સાધુ કે શ્રાવકે સૂત્રોના અર્થ બરાબર યથાર્થ રીતે જાણવા સમજવા હોય તેમણે પ્રાકૃત તેમ જ સંસ્કૃત વ્યાકરણ શિખવું જોઈએ જ. અને વ્યાકરણ શિખે તે ચૈત્ય વગેરે શબ્દોના સાચા અર્થ જાણી શકે. અને પછી જે તે સંપ્રદાયવાદમાં તણાઈ કે લેભાઈ ન જાય તે સૂત્રોના શબ્દોના સાચા અર્થ જ કરે.
વર્ષ નો અર્થ
દાખલા તરીકે–ભગવાનની સ્તુતિ કરતાં અથવા ભગવાનને મહિમા બતાવતાં ઝાળે બંધારું ફેવયં રેફયં શબ્દો ઘણે ઠેકાણે સૂત્રમાં આવે છે. તિખુના પાઠમાં પણ સ્થાનકવાસીઓ હમેશાં તે શબ્દ બેલે છે. તેના અર્થ આમ થાય છે—હે ભગવાન ! આપ કલ્યાણકારી, મંગળકારી, દેવસ્વરૂપ, ચૈત્ય સ્વરૂપ છે. અહીં ભગવાનને ચૈત્ય
સ્વરૂપ એટલે જ્ઞાનસ્વરૂપ અથવા જ્ઞાનવંતા છે એમ કહી શકાય. પરંતુ આત્મા પિતે જ્ઞાનરૂપ જ છે. આત્મા અને જ્ઞાન જુદા જુદા નથી. ભગવાનને દેવસ્વરૂપ કહ્યા તે દેવસ્વરૂપમાં જ્ઞાનસ્વરૂપ અંતગત છે જ. જે જ્ઞાનસ્વરૂપ નથી તેને દેવસ્વરૂપ કહી શકાય જ નહિ. એટલે દેવ અને જ્ઞાન એકરૂપ છે તેને જુદા જુદા કેમ પાડી શકાય તે સમજાતું નથી.
અને અહીં ચૈત્ય સ્વરૂપ એટલે આપ સ્મરણીય છો અથવા સ્મારક રૂ૫ છો અથવા પ્રતિમા સ્વરૂપ છે એમ કહેવામાં આવે તે પણ વાંધા જેવું લાગતું નથી. કારણ કે ભગવાનની પ્રતિમાને પણ તીર્થકરોના વખતમાં પણ માનવામાં આવતી તે આપણે આગળના લેખોમાં જોઈ ગયા છીએ. એટલે ભગવાનને કલ્યાણકારી, મંગળકારી દેવસ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ એમ જે કહેવાયું હોય તો પણ તે અસંભવિત લાગતું નથી તેમ અયોગ્ય પણ લાગતું નથી. પ્રતિમા એ સ્મૃતિરૂપ સ્મારક છે એટલે ભગવાનને સ્મરણીય કે
સ્મારકરૂપ પણ કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com