________________
૧૬૦
મૂળ ન ધર્મ અને સત્રમાં પૂજા વિધિ નથી કારણ
દ્રવ્યપૂજા થતી નહતી પ્રાચીન કાળમાં મૂર્તિ હતી, મૂર્તિનાં દર્શન વંદન, નમસ્કાર હતા. પણ મૂર્તિની પૂજા થતી નહતી. એટલે જ અંગ સૂત્રમાં કયાંય મૂર્તિની પૂજાનો ઉલ્લેખ નથી તેમ મૂર્તિપૂજાની વિધિ પણ ક્યાંય નથી. એક ફક્ત જ્ઞાતા સૂત્રમાં દ્રૌપદીના અવિકારમાં દ્રૌપદીએ સ્વયંવર વખતે મૂર્તિપૂજા કરી હતી એમ ઉલ્લેખ છે. તેથી અહીં તેને પણ વિચાર કરી લઈએ.
દ્રૌપદી મૂર્તિપૂજા સાબિત કરવા માટે મૂર્તિપૂજક સંપ્રદાય જ્ઞાતા સત્રમાંના દ્રૌપદીના સ્વયંવરના અધિકાર ઉપર બહુ ભાર મૂકે છે. પણ દ્રૌપદીના અધિકારથી મૂર્તિપૂજા સાબિત થઈ શકતી નથી.
પદીના સ્વયંવર અવિકારમાં બે વાત છે–(૧) સ્નાન કરી બલિકર્મ કર્યું, (૨) જિનઘરમાં પૂજા કરી.
દ્રૌપદી સ્વયંવર વખતે મિયાદષ્ટિ હતી કે સમ્યગદષ્ટિ હતી તેમાં મતભેદ છે. સ્થાનકવાસી દ્રૌપદીને તે વખતે મિબાદષ્ટિ માને છે તેના કારણમાં તેઓ જણાવે છે કે(૧) દ્રૌપદીએ નિયાણ કરેલું હોવાથી તે નિયાણું પૂરું ન થાય
ત્યાં સુધી તેને સમક્તિ પ્રાપ્ત થઈ શકે નહિ. (૨) એઘિનિયંક્તિમાં પાઠ છે કે દ્રૌપદી લગ્ન પછી સમકિત
થઈ હતી. મૂર્તિપૂજકે કહે છે કે દ્રૌપદી સમ્યગદષ્ટિ હતી, તેના માતાપિતા પણ સમ્યગદષ્ટિ હતા કારણ કે દ્રૌપદીનું નિયાણું મંદ રસે થયેલું હતું તેથી સમક્તિ પામી શકે અને નિયાણું તે ભવપૂરે થાય ત્યારે જ પૂરું થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com