________________
૪૨૦
મૂળ જૈન ધમ અને
કૃતજ્ઞપણા આદિના આધારે જ ફળને આપવાવાળુ છે. તે પછી એ જ ગુણુ બહુમાન અને કૃતજ્ઞતાના અધ્યવસાયથી જ તથા આત્મનિર્મળતા સાધવાના ઉત્તમ પરિણામથી મૂર્તિ દ્વારા પૂછ્યનું વંદન ઉપાસના ત્યાદિ થાય તે તે કં'નિર્જરા આદિ ઉત્તમ કળાને કેમ ન આપે? અવશ્ય આપે.
ભાવ અવસ્થાની આરાધના પણ જો આરાધકના શુભ પિરણામને આધારેજ ફળવતી છે તે પછી મૂર્તિ અથવા સ્થાપના દ્વારાએ થતી આરાધનામાં આરાધકના શુભ અધ્યવસાય રહેલા જ છે. એ અધ્યવસાયેા શુભ નથી ક્તિ મલિન છે એમ કાણ કહી શકશે ?
ભાવ અવસ્થાની આરાધના આરાધ્યના વિદ્યમાન કાળમાં કરવાની હાય છે. તે વખતે આરાધ્યાની ઉત્તમતા અને ઉપકારીતા આદિત સાક્ષાત્ દેખાવથી ભકિત જાગવી સહેલ છે, ત્યારે આરાધ્યની સ્થાપના દ્વારાએ ભક્તિ, આરાધ્યના અવિદ્યમાન કાળમાં કરવાની હોય છે, અને તે, તેા જ બની શકે કે જો આરાધ્યની ઉત્તમતા અને ભક્તિપાત્રતા, ઉપદેશ, શાસ્ત્ર, અને પરંપરા આદિ વડે હૃદયમાં બરાબર ઠસેલ હાય.
ઉપકારીની હયાતીમાં ઉપ કારીના ઉપકારનું સ્મરણ ઈત્યાદિ કરતાં, ઉપકારીની બિનહયાતીમાં ઉપકારીના ઉપકારનું સ્મરણ ઇત્યાદિ કરનાર, ઉપકારી પ્રત્યે ઓછા આદરવાળેા છે એમ કહી શકાય નહિં.
“ હૃદયમાં ભક્તિભાવ વિના પણ માહ્યથી સ્થાપનાની ભક્તિ કરનારા ઘણા દેખાય છે”—એવા તર્ક કરનારે સમજવું જોઈએ કે—“ એ સ્થિતિ જેમ સ્થાપના માટે હોય છે તેમ ભાવ અવસ્થાની ભક્તિ માટે પણ હાય જ છે, ”
ભાવ અવસ્થાની ભક્તિ કરનારા બધા અંતર્ગ અને સાચા ભાવથીજ કરે છે એમ નથી. કિંતુ, દેખાદેખીથી, લાભ, લાલચ, માયા કે બીજી પણ દુષ્ટ બુદ્ધિથી કરનારા પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com