________________
મૂળ જૈન ધર્મ અને
સ્ત્રી પુત્ર આદિ પ્રિય વસ્તુના સંયોગથી હર્ષ અને તેમના વિયોગથી શેક. લક્ષ્મી, માલ, મિલ્કત, મકાન, હાટ વગેરેના લુંટાવાથી સંતાપ અને તેની પ્રાપ્તિથી હર્ષ, તેમજ કોઈ દુષ્ટ પુરુષો ગાળો તથા કષ્ટ આપે ત્યારે ક્રોધ અને સન્માન આપે ત્યારે આનંદ ઈત્યાદિ પ્રકારે રાગદ્વેષ તે પ્રત્યક્ષ દેખાય છે. ત્યાં વળી “કારણ” કે “આલંબન' વિના સમભાવ પેદા કરવાની વાત કરવી એ શું ઢંગ નથી ?
મારૂં ઘર, મારી સ્ત્રી, મારૂં ધન, મારો પુત્ર. મારો નોકર ઈત્યાદિ મારૂં તારું કરવાને સ્વભાવ નિર્મૂળ થયો નથી તેને સમાન દૃષ્ટિવાળા શી રીતે કહેવાય? જેઓ સંપત્તિ તથા વિપત્તિમાં, શત્રુ કે મિત્રમાં. સુવર્ણ કે પત્થરમાં, સ્ત્રીઓમાં કે તુણુ સમૂહમાં કાંઈ પણ ભિન્ન ભાવ રાખતા નથી તેઓ જ ખરેખર સમભાવવાળા, આત્મજ્ઞાની અને ઉચ્ચ દરજજે ચઢેલા છે. હાલના સમાજમાં એવા મહાન આત્માઓ કેટલા છે?
મોટા ભાગની દુનિયા દુનિયાદારીની ખટપટમાં ફસાયેલી છે. તેઓએ પોતે આધ્યાત્મિક હોવાને ડોળ કરવો અને પિતાને ઉચિત કાર્યને નિરાદર કરવો યોગ્ય નથી. યોગ્યતા વિના મિથ્યાભિમાન રાખવાથી કોઈપણ સ્વાર્થ સિદ્ધ થઈ શકતો નથી.
ઈનિ તથા મનને અંકુશમાં લાવ્યા સિવાય નિરાલંબન ધ્યાનની વાત કરનારાઓને શાસ્ત્રકારો કેવી ઉપમા આપે છે તે નીચેના
કથી સમજાશે.
सप्राज्यैर्बलविना रसवती, पाकं चिकिर्युः कुधीस्त्यक्त्वा पोतमगाधवाधितरणं, दोा विधित्सुश्च सः । बीजानां वपनैविनेच्छति स च, क्षेत्रेषु धान्योदगमं,
योऽक्षाणां विजयैर्विना स्पृहयति, ध्यानं विधातुं शुभम् ।।
અર્થ–જે માણસ ઈન્દ્રિયોને જીત્યાવિના જ શુભ ધ્યાન ધરવાને ઈચ્છે છે તે કુબુદ્ધિ માણસ દેદીપ્યમાન અગ્નિ વિના રસોઈ પકવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com