________________
૪૮
મૂળ જૈન ધમ અને
Οι
જુદા જુદા આકાર આપવાથી જ પોતાના અર્થાનું સ્પષ્ટ ભાન કરાવાય સ્પષ્ટ મેધ તેને આકાર આપ્યા સિવાય
છે. માટે નિરાકાર વસ્તુના કરી શકાતા જ નથી.
પ્રશ્ન ૧૧. શ્રી ઋષભદેવ સ્વામીના સમયમાં બાકીના ત્રેવીશ તીર્થંકરોના જીવ સંસારમાં ભટકતા હતા છતાં તે સમયે તેમને વંદન કરવામાં ધમ કેવી રીતે સભવે ?
ઉત્તર—શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાફીના ત્રેવીશ તીર્થંકરાને વદના કરવાને વિષય દ્રવ્ય નિક્ષેપાને આશ્રયી છે. દ્રશ્ય વગર ભાવ, સ્થાપના કે નામ કશું યે ન હેાઈ શકે.
શ્રી ઋષભદેવ ભગવાને જે જીવાને મેક્ષ ગામી બતાવ્યા તે સર્વે પુજવા લાયક છે. જેમ કાઈ ધનાઢય શાહુકારનાં હાથે લખાએલી તેની સહી સીકકાવાળી અમુક મુદતની હુડ હાય તા તેની રકમથી મુદ્દત પુરી ચાં પહેલાં પણ કામ કાઢી શકાય છે, તેવી રીતે મેક્ષગામી ભવ્ય જીત્રાની શ્રી ઋષભદેવ સ્વામીએ આપેલી ખાત્રો રૂપી હુંડી તેનેા કાણ વિચારવત પુરુષ અસ્વીકાર કરશે ?
અગવાનની ખાત્રી રૂપ પ્રબળ કારણને લઈને બાકીના ત્રેવીશ તીર્થંકરા તે સમયને આશ્રયીને વંદનીય હતા. વળી એ સંબંધમાં શ્રી આવશ્યક સૂત્રમાં મૂળ પાઠ પણ છે કે—
चत्तारि अठ्ठ दस दोय वंदिआ जिणवरा चउब्वीसं
અર્થાત્—ચારે દિશામાં અનુક્રમે ચાર, આઠ, દશ તથા ખે એમ ચાવીશ તીર્થંકરાનાં બિંબ શ્રી ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કરેલાં છે.
એ ખાખતમાં નિયુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામીએ ખુલાસ કર્યા છે કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com