________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૬
ક૭૯
વળી હાલમાં શ્રી વીતરાગ ધર્મ અતિ અલ્પ પ્રમાણમાં રહી ગયા છે. તેમાં પણ અનેક પ્રકારની જુદી જુદી શાખાઓ પડી છે. અને ધમ ચાળણીની માફક ચળાઈ રહ્યો છે. ઉત્સુત્ર ભાષણો કરવામાં મિથ્યાત્વ અને દુરાગ્રહને આધીન થયેલા આત્માઓ કાંઈ બાકી રાખતા નથી. તે પછી આવા નિદક અને પ્રત્યનિને રોકીને શાસનદેવ સત્ય માર્ગ કેમ ઉપદેશતા નથી ?
લોકોને શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીની પાસે લઈ જઈને તેમનાં દર્શન કરાવી શુદ્ધ ધર્મને પ્રતિબોધ કેમ કરાવતા નથી ?
માટે દેવતાઓને હાથે પણ જે જે ચમકારો થવા નિર્મિત થયા હોય તેટલા જ થાય છે, વધારે નહિ. એમ માનવું જ જોઈએ.
વળી હાલમાં પણ ઘણી મૂર્તિઓ જેવી કે–શ્રી ભોયણીમાં શ્રી મલ્લીનાથ ભગવાન અને પાનસરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન આદિ માટે શાસનદેવે સ્વપ્ન આપી અનેક પ્રકારના ચમત્કાર પણ દેખાડે છે. અસંખ્યાતા વર્ષોની મૂર્તિઓની રક્ષા પણ કરે છે. એ સિવાય કેટલાક ઉપસર્ગ આદિનું નિવારણ પણ કરે છે અને કેટલાકનું નથી પણ કરતા. કારણ કે હરેક વખતે શાસનદેવ સહાય કરે જ એવો નિયમ નથી.
તે પછી હાલના વખતમાં કેટલાક હરામખોર જિનમંદિરમાં ચેરી વગેરે દુષ્ટ કાર્ય કરતા હેય ને તેનું ફળ તેઓ અવશ્ય ભોગવશે. તેથી શાસન દેવતાઓને કલાક લાગી જતું નથી. અથવા તેથી સ્થાપના અરિહંતને મહિમા ઘટી જ નથી.
સ્થાપના અરિહંતને મહિમા તે જ ઘટે કે સ્થાપના અરિહંતની ભક્તિ કરનાર આત્માઓને, એ ભક્તિથી વીતરાગ પરમાત્માના ગુણો આદિનું સ્મરણ ન થતું હોય કે વીતરાગ ભાવ, દેવવિરતિ કે સર્વવરતિના પરિણામ, સંયમ અને તપને વિષે વીર્ષોલ્લાસ, ભવભ્રમણનું નિવારણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com