________________
૪૭૮
મૂળ જેને ધર્મ અને પ્રશ્ન ૧૯–ભગવાનની મૂર્તિ એ જ ભગવાન હોય તે તેમના અલંકાર પાપી લેકે કેમ ચારી જાય છે? તેમની હજારની રકમ લોકો હજમ કેમ કરી જાય છે તથા તેમની ભૂતિ તે દુષ્ટ લેકે ખંડિત કેમ કરી નાખે છે? વળી ભગવાન સર્વજ્ઞ છે તે તેમની મૂતિને જમીનમાંથી બદીને કેમ કાઢવી પડે? શાસન દેવે એ કાર્ય કેમ કરતા નથી?
ઉત્તર–શ્રી વીતરાગના ગુણોનું આરોપણ કરીને ભક્તિ માટે જ વસ્તુની બનાવેલી મૂર્તિ જમીનમાંથી એની મેળે કેમ ન નીકળે કે તેમના અલંકારે આદિને ચેરી જતાં પાપી લેકને શાસન દેવતા કેમ ન અટકાવે? એ પ્રશ્ન જ ઉદ્ધતાઈ ભર્યો છે.
જડ સ્થાપનામાં એ સામર્થ્ય ક્યાંથી આવે અને શાસનદેવ હરેક પ્રસંગે આવીને ઊભા રહે એ નિયમ કયાં છે?
ભગવાન શ્રી મહાવીરદેવ વિદ્યમાન હતા તે વખતે તેમની સેવામાં લાખ દે હાજર રહેતા હતા છતાં મંખલીપુત્ર ગોશાલાએ તેને લેસ્યા વડે ભગવાનની સમક્ષ તે બે શિષ્યોને બાળી નાખ્યા અને ભગવાનને તેથી લેહીખંડ ઝાડાનો વ્યાધિ થયો તે વખતે શાસનદેએ કાંઈ કર્યું નહિ તેથી શું તેઓની ભકિતમાં ફરક પડી ગયો?
કેટલાક ભાવો એવા હેય છે કે જેને દેવતાઓ પણ ફેરવી શકતા નથી. જે કાળે જે બનવાનું હોય તે કોઈ કાળે પણ મિયા થતું નથી. ખુદ તીર્થકર મહારાજા પાસે અનેક સ્ત્રી પુરુષોએ દીક્ષા ગ્રહણ કરીને પછી વિરોધી થયા છે, અનેક પ્રકારના પાખંડ મત સ્થાપન કર્યા છે અને ભગવાનની નિંદા કરી છે. તો શું સર્વજ્ઞ ભગવાન નહેતા જાણતા કે – આ પાખંડીએ ચારિત્ર વિરાધશે અને મિથ્યાત્વ પ્રરૂપશે? જાણતા જ હતા છતાં કેમ દીક્ષા આપી ? એ જ માટે કે તેવા ભાવિભાવ આદિને પણ એ તારકે જાણતા હતા. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com