________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૬
૪૮૯
પર્યાય બદલાશે પણ બિલકુલ નાશ તે કઈ કાળે નહિ જ થાય. તે રીતે તમામ પુદગળનું સમજવું.
વળી શ્રી જંબદ્વીપ પ્રાપ્તિમાં અવસર્પિણી કાળના પહેલા આરાનું વર્ણન કરતાં કહ્યું છે કે
“ગાઢ વને, વૃક્ષ, ફળ, ફૂલોથી સુશોભિત, સારસ હંસ વગેરે જાનવરથી ભરેલી, એવી વાવડીઓ તથા પુષ્પરિણિ અને દીધિંકાઓથી શ્રી અંબૂદીપની શોભા થઈ રહી છે.”
વિચાર કરો કે–પહેલા આરામાં આ વાવડીઓ વગેરે કયાંથી આવી? આ ભરતક્ષેત્રમાં નવ કોડાક્રોડી સાગરોપમથી તે યુગલીઆ રહેતા હતા. તેઓ તે બનાવે નહિ. જે તે શાશ્વતી નથી તે પછી કોણે બનાવી? જેમ એ વાવડીઓ એટલાં અસંખ્યાતા વર્ષની કાયમ રહી તે પછી દેવતાઓની મદદથી મૂર્તિઓ પણ કાયમ કેમ ન રહે?
'
લ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com