________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૭૭
૫. તે જ ગ્રંથમાં લખ્યું છે કે–રાવણે શ્રી શાંતિનાથ પ્રભુની મૂતિ
સામે બહુરૂપિણ વિદ્યા સાધી અને તે સિદ્ધ થઈ ગઈ
પ્રશ્ન ૧૮-કોઈ વિધવા પિતાના મરણ પામેલા પતિની મૂર્તિ બનાવી પૂજા સેવા કરે તે શું તેથી તેને કામની શાંતિ કે પુત્રની ઉત્પત્તિ થાય? ન થાય. તે પછી પરમાત્માની શાંત મૂર્તિથી પણ શું ફાયદો થવાને. -
ઉત્તર–આ એક કુતક છે. તેને ઉત્તર તેવી જ રીતે આપવો જોઈએ.
પતિના મરણ બાદ તેની સ્ત્રી એક આસન પર બેસી હાથમાં જપ માળા લઈ પતિના નામને જપ કરે તે શું તે સ્ત્રીની ઈચ્છા પૂરી થશે અથવા તેને સંતાનની પ્રાપ્તિ થશે? નહિ જ.
તે પછી પ્રભુના નામની જપ માળા ગણવી પણ તમારા હિસાબે નિરર્થક સિદ્ધ થશે. પ્રભુના નામથી કાંઈ પણ લાભ ન થાય એમ કઈ પણ કહી શકે તેમ નથી.
ઊલટું, તે જ વિધવા સ્ત્રીને પતિનું નામ સાંભળવાથી જે આનંદ અને સ્મરણ આદિ થશે તેના કરતાં બમણે આનંદ અને સ્મરણ આદિ તેની મૂર્તિ કે ચિત્ર જેવાથી થશે, તેથી નામ કરતાં મૂર્તિમાં વિશેષ ગુણ રહેલે જ છે.
જે પુરુષ અમુક માણસને પ્રત્યક્ષ જોયો નથી, માત્ર નામ જ સાંભળ્યું છે તે પુરુષની પાસે થઈને પણ કોઈ વખત તે માણસ નીકળશે તે પણ ઓળખી નહિ જ શકે. પરંતુ જે તે માણસને છબી જોઈ હશે તે તે તુરત જ ઓળખી લેશે કે – “આ અમુક માણસ છે.” આથી પણ સિદ્ધ થાય છે કે પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ ઓળખવા માટે નામ જેટલું ઉપયોગી છે તેના કરતાં મૂતિ અથવા
આકાર વિશેષ ઉપયોગી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com