________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૬
૪૭૫
એમ કહ્યું છે પણ “મૂર્તિ આયતન” કે “પ્રતિમા આયતન” કહ્યું નથી. તેથી પણ પ્રતિમા શ્રી સિદ્ધ સમાન છે એમ સાબિત થાય છે.
વળી શ્રી રાયપસણી, દશાશ્રુત સ્કંધ, ઉવવાઈ સૂત્ર આદિ ઘણું સૂત્રમાં ભાવ તીર્થકરને વંદના કરવા જતી વખતે શ્રાવકોના અધિકારે કહ્યું છે–દેવયં વેદ વજુંવાવામિ એટલે દેવસ્વરૂપ ચૈત્યસ્વરૂપ (પ્રતિમા સ્વરૂપ)ની પયું પાસના કરું છું. ઇત્યાદિ અનેક સ્થળોએ ભાવ તીર્થકર તથા સ્થાપના તીર્થકરની એકસરખી પર્યું પાસના કરવાને પાઠ છે. તેથી બનેમાં કાંઈ ફરક નથી.
ભાવ કે સ્થાપના બેમાંથી ગમે તેની ભક્તિ અને પૂજા જેવા ભાવથી કરવામાં આવે છે તે તે પ્રમાણે એકસરખું ફળ મળે છે.
શ્રી જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીના પૂજનના અધિકારે જિન મંદિરને “જિનગૃહ” કહ્યું છે પણ “મુકિંગહ' કહ્યું નથી. તેથી પણ જિનમતિને જ જિનની ઉપમા ઘટે છે, નહિ કે સાધુને.”
સાધુ વસ્ત્ર, પાત્ર, રજોહરણ અને મુહપત્તિ આદિ ઉપકરણએ સહિત છે ત્યારે ભગવાનને તેમાંનું કશું નથી. ભગવાન અતિશયોએ સહિત હોય છે. સાધુને એમાંનું કશું હેતું નથી. તે પછી સાધુ એવા વીતરાગની બરાબરી કેવી રીતે કરી શકે?
પર્યકાસને રહેલી સૌએ દષ્ટિવાળી વીતરાગ અવસ્થાની પ્રતિમા તે શ્રી અરિહંત ભગવાન તુલ્ય છે. વીતરાગને નમૂને વીતરાગની મૂતિને કહેવાય પણ સાધુને કહેવાય નહિ. સાધુના નમૂનાને જ સાધુ કહેવાય.
બી અંતગડ દશા સત્રમાં કહ્યું છે કે–હરિણગમેલી દેવની પ્રતિમાને આરાધવાથી તે દેવ આરામ થયો. તેમ શ્રી વીતરાગની મૂર્તિને આરાધવાથી શ્રી વીતરામદેવ આરાપ્ત થાય છે.
પ્રશ્ન ૧૭–જિનપ્રતિમાને લેવાથી કે પૂજવાથી કોઇને સાન ઉત્પન્ન થયાનું સાંભળ્યું છે? ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com