________________
४७६
મૂળ જૈન ધર્મ અને
ઉત્તર–શ્રી રાજપ્રક્ષીય વગેરે સૂત્રમાં મૂર્તિપૂજા કલ્યાણકારી મંગળકારી કહી છે, અને એ માટેના દષ્ટાંતે નીચે મુજબ છે – ૧. અનાર્ય દેશને રહેનાર શ્રી આદ્રકામાર જિનપ્રતિમાના દર્શનથી
જાતિ સ્મરણજ્ઞાન પામી વૈરાગ્ય દશામાં લીન થયો. તેનું વર્ણન શ્રી સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ટીકામાં છે.
કેટલાક કહે છે કે–આદ્રકુમાર મુહપત્તિ દેખી પ્રતિબોધ પામ્યા છે. આ વાત ગ૫ છે. કારણ કે સૂત્રમાં તો પ્રથમ વિજ હિમાં એમ સ્પષ્ટ પાઠ છે. એટલે પહેલા તીર્થકર શ્રી કષભદેવ સ્વામીની પ્રતિમા જોઈને
પ્રતિબંધ પામેલ છે. ૨. શ્રી મહાવીર સ્વામીના ચેથા પટ્ટધર તથા શ્રી દશવૈકાલિક સૂત્રના
કર્તા શ્રી શયંભવ સૂરિ શ્રી શાંતિનાથજીની પ્રતિમાના દર્શનથી
પ્રતિબંધ પામ્યાનું શ્રી ક૯પસૂત્રની સ્થવિરાવલીમાં કહ્યું છે. ૩. શ્રી દ્વીપસાગર પન્નતિ તથા હરિભદ્રસુરિ કૃત આવશ્યકની મોટી ટીકામાં લખેલ છે કે
શ્રી જિનપ્રતિમાના આકારની માછલ્લીઓ સમુદ્રમાં હેય છે. તેમને જોઈ અનેક ભવ્ય જીવ માછલીઓને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને બાર વ્રત ધારણ કરી સમ્યકત્વ સહિત આઠમે દેવલોકે જાય છે.
આ પ્રમાણે તિર્યંચ જાતિને પણ જિન પ્રતિમાના આકાર માત્રના દર્શનથીય અવશ્ય લાભ મળે છે, તે મનુષ્યને મળે તેમાં
ચી શંકા ? ૪. શ્રી જ્ઞાતાસૂત્રમાં તીર્થકર ગોત્ર બાંધવાના વીસ રથાનક કહ્યાં છે.
તે મુજબ રાવણ રાજાએ પ્રથમ અરિહંત પદની આરાધના અષ્ટાપદ પર્વત પર રહેલ તીર્થંકર દેવની મૂર્તિ દ્વારા કરી
તીર્થકર ગાત્ર બાંધ્યું એમ રામાયણમાં કહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com