________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૬
૪૮૫
ધર્મમાં સ્થિર કરી, દુર્ગતિમાં પડતા કેવી રીતે અટકાવ્યા છે તે નીચેની સૂત્રમાંની વિગતે ઉપરથી સમજાશે.
શ્રી નિરયાવલી સત્રમાં કહ્યું છે કે–મહા મિથ્યાત્વી સોમીલ તાપસ રાત્રિએ ધ્યાન લગાવી, નેતર જેવા કમળ કાકની મુખમુદ્રા બનાવી, મુખમાં ઘાલી, બને છેડા કાને ચડાવી, ઉત્તર દિશામાં મુખ રાખી બેઠે છે.
ત્યાં એક દેવે આવી કહ્યું – હે સોમીલ : આ રીતે પ્રવજયા (દીક્ષા) દુઃપવ્રયા છે. માટે શ્રી જિનેશ્વર ભગવાને કહેલી સુષત્રજ્યા અંગીકાર કર.
પણ સેમીલે તે ઉપર કાંઈ લક્ષ ન આપ્યું. દેવ એમ પાંચ દિવસ સુધી કહેતે રહ્યો કે–સમીલ ! આ તારી દીક્ષા જૂઠી છે. આ તારું ક, અજ્ઞાન કષ્ટ છે. માટે વારંવાર વિચાર કર.
આવાં હિતનાં વચને વારંવાર સાંભળી સેમી શુદ્ધ જૈન ધર્મને માન્ય કરી, મિથાવનું દુષ્કૃત્ય આલોવી, શુદ્ધ તપ જપ અને સંયમનું આરાધન કર્યું. અને તે મહાશુક્ર દેવ વિમાનમાં ઉત્પન્ન થયો. તથા આગામી ભવે મોક્ષે જશે.
તે દેવે ભગવાન મહાવીર પરમાત્મા સન્મુખ નાટક પણ કર્યું હતું.
શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં ગોશાલક મતનાં ઉપાસક સદ્દાલપુત્રને દેવતાએ શ્રી મહાવીર સ્વામી પાસે જવાને ઉપદેશ કરી ધર્મમાં દઢ કર્યો.
શ્રી સાતા સૂરમાં ફરમાવ્યું છે કે–મહામહiધ તેતલપુત્ર મંત્રીને પિટિલ નામના દેવે ઘણા ઉપાય કરી ધર્મ બોધ આપે. તેથી તેણે ન દીક્ષાને સ્વીકાર કર્યો તથા તે જ વેળા તે કેવળ જ્ઞાનને પામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com