________________
४७०
મૂળ જૈન ધર્મ અને
તે તેને પણ મહા દોષરૂપ ગણે છે જગતમાં કોઈ પણ મત એવે નહિ નીકળે કે જે પિતાના ઈષ્ટદેવની વાણીરૂપ શાસ્ત્રને મસ્તકે ચઢાવી તેને બહુમાન પૂર્વક આદરસત્કાર કરતે ન હોય!
શ્રી જૈન મતના શ્રી ભગવતી સૂત્રમાં પણ નમો વંમી રીવીપ કહીને શ્રી ગણધર ભગવતેએ અક્ષરરૂપ બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યો છે. તે તેમાં કયું ગુણસ્થાનક હતું?
મૃતક સાધુનું શરીર પણ અચેત હોવાથી ગુણસ્થાનક રહિત છે છતાં લોકો બીજા કામ પડતાં મૂકી તેનાં દર્શન કરવાં કેમ દોડી જાય છે? તથા તે મૃત શરીરને પણ ધામધુમથી ચંદનના લાકડાથી કેમ બાળવામાં આવે છે? એ કાર્યને ગુરુ ભક્તિનું કાર્ય ગણી શકાય કે કેમ? જે ગણી શકાય તે પ્રતિમાને વંદન પૂજન આદિ જિન ભક્તિનું કાર્ય કેમ ન ગણી શકાય ?
પ્રશ્ન ૪૪–મૂર્તિ તે પાષાણમય છે. તેને પૂજવાથી શું ફળ મળે? મૂતિને કરેલી સ્તુતિ મૂર્તિ શેડી જ સાંભવાની હતી?
ઉત્તર–લોકોને ઉભાગે દોરી જવાને માટે આ જાતિના કુટ પ્રશ્નો મૂર્તિપૂજાના વિરોધી વર્ગ તરફથી ઉભા કરવામાં આવે છે. પરંતુ તેની પાછળ ભારોભાર અજ્ઞાન અને કુટિલતા છુપાયેલી છે.
મૂર્તિપૂજક લોક જે પત્થરને જ પૂજતા હતા તે સ્તુતિ પણ તેઓ પત્થરની જ કરતા હતા કે—હે પાષાણુ! હે અમૂલ્ય પત્થર તું બહુ કિંમતી તથા ઉપગી છે. તારી શોભા પાર વિનાની છે. તું અમુક સ્થળની ખાણમાંથી નીકળે છે. તને ખાણમાંથી કાઢનાર કારીગર બહુ હોંશિયાર છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ.
પણ આ રીતે પત્થરના ગુણ ગ્રામ કરતું કોઈ દેખાતું નથી અને સર્વ લોક પત્થરની મૂર્તિમાં આરેપિત શ્રી વીતરાગદેવની સ્તુતિ કરતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com