________________
४७२
મૂળ જેન ધર્મ અને
નોંધ
અહીં મહારાજશ્રીએ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ઉલેખેલ ચેલે મ્યુચ્છ આદિનાં છે એમ કહ્યું છે. પણ તે વાત શંકા પડતી છે. તેથી તેટલે ભાગ કાઢી નાખેલ છે.
ચય બનાવવા તે આસ્રવારમાં જાય. પરંતુ જિન ચેય બનાવવામાં જે ભક્તિભાવ અને ધર્મભાવ છે તે તે પુણ્ય છે અને પુણ્ય પણ આસ્રવ જ છે. તેથી ચિત્ય બનાવવા તે આસ્રવમાં જાય. પરંતુ ચૈત્ય બનાવવામાં પાપ લાગે તેના કરતાં ભકિતભાવ-ધર્મભાવનું પુણ્ય વધી જાય તેથી એકંદર રીતે તે પુણ્ય કાર્ય ગણાય છે.
પ્રશ્ન ૧૫ ચિત્ય શબ્દને અર્થ કેટલાક “સાધુ” કે જ્ઞાન” કરે છે તે શું ઉચિત છે?
ઉત્તર–ચૈત્યને અર્થ સાધુ કે જ્ઞાન કઈ રીતે થઈ શકે નહિ. તેમજ શાસ્ત્રના સંબંધમાં તે અર્થ બંધબેસતું પણ નથી.
સાધુને ઠેકાણે તમામ સૂત્રોમાં સાદુ વા સાદુળી વા અથવા મિડુ વા મિલુળી વા એમ કહેવાય છે. પણ શૈલ્ય વા ચૈત્યાન વા એવું તો કયાંય કહેલ નથી.
ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચૌદ હજાર સાધુ હતા એમ કહ્યું છે. પણ “ચૌદ હજાર ચૈત્ય” એમ કહ્યું નથી. એ રીતે વળી બીજા સર્વ તીર્થ કરે, ગણધર આચાર્યો વગેરેના આટલા હજાર સાધુ હતા એમ કહ્યું છે પણ “ચૈત્ય હતા” એવા શબ્દો કોઈ સ્થળે કહ્યા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com