________________
હાલનાં સંપ્રદાયે પ્ર. ૨૬
४६७
ઈઓ છે, વહાણું છોડીને બે હાથે અગાધ સમુદ્રને તરવાને ઇચ્છે છે તથા બીજ વાવ્યા વિના જ ક્ષેત્રમાં ઉત્પત્તિ કરવાને ઈચ્છે છે.
પ્રશ્ન ૧૦–નિરંજન નિરાકારની મૂર્તિ કેવી રીતે બની શકે?
ઉત્તર–તમામ મતના દેવ તથા શાસ્ત્રોના રચનાર નિરાકાર નથી થયા પણ સાકાર જ થયા છે. દેહધારી સિવાય કોઈથી શાસ્ત્રો રચી શકાય જ નહિ. તમામ શાસ્ત્રો અક્ષરસ્વરૂપ છે. અક્ષરને સમૂહ તાલુ, આખ, દંત વગેરે સ્થાનેથી ઉત્પન્ન થાય છે. અને તે સ્થાનો દેહધારીજ હેય છે. તેથી તે દરેકની મૂર્તિ અવશ્ય હોઈ શકે છે.
મેક્ષમાં ગયા પછી તેઓ અવશ્ય નિરાકાર હોય છે તે પણ તેમને ઓળખાવવા માટે પણ મૂર્તિની આવશ્યકતા રહે છે. જેમ કે – શાસ્ત્રના રચનારા દેહધારીઓના મુખથી નીકળેલો અક્ષરને સમૂહ ખાસ કોઈ આકારને હેત નથી. છતાં તેને આકાર ક૯પીને શાસ્ત્રનાં પાનાંઓ ઉપર દાખલ કરવામાં આવ્યો છે અને તો જ તેને બંધ થાય છે.
તેમ નિરાકાર એવા સિધ્ધ ભગવાનને આકાર પણ આ દુનિયામાં તેમને જે છેલ્લો ભવ થયો તે મુજબ કપી, મૂર્તિમાં ઉતારવામાં આવે છે. તથા નિરાકાર સિદ્ધ ભગવાનનું સ્વરૂપ પણ સમજી શકાય છે અને સાક્ષાત સિધ્ધની પેઠે તેનું ધ્યાન કરનારનાં સઘળાં ઈચ્છિને પણ પૂર્ણ થાય છે.
એ એક નિયમ છે કે—કોઈ પણ નિરાકાર વસ્તુને ઓળખાવવી હોય તો તેને સાકાર બનાવીને જ ઓળખાવી શકાય છે. એ માટે પ્રસિદ્ધ દાંત સર્વ પ્રકારની લિપિઓનું છે.
પિતાના મનને આશય બીજાને શબ્દો દ્વારા જ સ્પષ્ટપણે સમજાવી શકાય છે, અને એ શબ્દ જે વર્ણના બનેલા છે તે વર્ષને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com