________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૬૫
અહી કોઈ પ્રશ્ન કરે કે–સંસાર પર રાગ ઘટાડો અને પ્રભુ પર વધાર્યો તે પણ રાગ તો કાયમ રહે ને ? જ્યાં સુધી રાગદ્વેષ રહિત ન બનાય ત્યાં સુધી મુકિત કેવી રીતે મળે ?
આ પ્રશ્ન પણ સમજણ વિનાનો છે. સર્વથા રોગરહિત થવાની શક્તિ ન આવે ત્યાં સુધી પ્રભુ પર રાગ કેળવવાથી સંસારના અશુભ રાગથી અને તેનાથી બંધાતા ખાટા કર્મથી બચી જવાય છે. ઘરમાં બેઠાં અનેક પ્રકારની વૈભાવિક વર્તણુક થાય છે, તેટલી જિનમંદિરમાં થઈ શક્તી નથી.
પ્રભુની શાંત મૂર્તિના દર્શનથી અને તેમના ગુણગ્રામમાં લીન થવાથી ચિત્તમાં દુષ્ટ ભાવ તથા દુર્વિચારો ટકી શકતા નથી. એટલું જ નહિ પણ તેને દૂર હટાવવાનું એક પરમ સાધન મળી જાય છે. જ્યાં સુધી પૂર્ણ વિશુદ્ધિ થઈ નથી ત્યાં સુધી જીવને ઊંચે ચઢવાને આ એક ઉત્કૃષ્ટ માર્ગ છે. જેઓ આ માર્ગને માનતા નથી પણ પિતાને પૂરા વિશુદ્ધ થએલા માની સમભાવને ધારણ કરનારા ગણે છે તેઓને પૂછવાનું કે –
જે તમે ખરેખર જ રાગરહિત છે તે પછી તમે તમારા ગુરુ અમર અન્ય નેતાઓનું બહુમાન કરી તેમના ઉપર રાગ કેમ રાખે છે? તેમના આહાર, વસ્ત્ર અને પાત્ર આદિ વડે ભક્તિ સન્માન આદિ કેમ કરે છે? તે શું રામરહિતપણાનું ચિહ છે?
સમભાવમાં લીન રહેનારને સદા સામાયિક છે (એમ કહે છે) તે પછી ગુરુ પાસે જઈ સામાયિક અને પ્રતિકમણ આદિ કરવાનું શું પ્રોજન છે? પિતાના ધર્મનું મંડન અને અન્યના ધર્મનું ખંડન તથા એ માટે પુસ્તક છપાવવા ક ભાષણો આપવા એ શું સમભાવનાં કાર્યો છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com