________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
४१३
મૂર્તિને સાક્ષાત ભગવાન સમજી ભાવયુક્ત ભક્તિ થાય છે, તે વખત બક્તિ કરનારના મનના અધ્યવસાયે કેટલા નિર્મળ થતા હશે તથા તે વખતે તે જીવ કેવા શુભ કર્મને ઉપાર્જત હશે તેને સાચે અને પરિપૂર્ણ ખ્યાલ સર્વજ્ઞ સિવાય બીજાને આવી શકે અશકય છે.
જેઓ સ્વપાલ કલ્પનાથી પરમાત્માનું માનસિક સ્થાન કરવાને આડંબર કરે છે તેઓ શા માટે સેંકડો કે હજારે કેશ વાહન વગેરેમાં બેસી, પદ્રિય સુધીના જીવને વિનાશ કરી સ્વગુરુ વગેરેને વંદનાદિ કરવા જતા હશે? શું ગુરુનું માનસિક થાન ઘેર બેઠાં નથી થઈ શતું? કે જેથી ગુરુના મૂર્તિમય શરીરને વાંદવા માટે આરંભ (હિંસા) કરીને હજારે કેશ જવાની જરૂર પડે છે?
આ સંસારમાં મનુષ્ય અનેક પ્રકારની ચિંતા, જંજાળ અને ઝગડાઓમાં હંમેશા અટવાયેલા રહે છે. કોઈ ધનની ચિતામાં, કોઈ પુત્રની ચિતામાં તે કઈ એશઆરામમાં અને કઈ કંટાબખેડામાં –એમ જગતના છે અનેક ઉપાધિઓથી પ્રસ્ત થઈ રહેલા હોય છે. આલંબન વિના તેઓને શુભ ધ્યાનની પ્રાપ્તિ થવી શું રસ્તામાં પડી છે?
અસ્થિર મન અને ચંચળ ઈદ્રિયોને કાબૂમાં રાખવી એ બચ્ચાંઓનાં ખેલ નથી. કોઈ વાજા, સિતાર કે તંબુરાના સુરવાળું મધુર ગાયન કાને પડયું કે તરત ચંચળ મન તે તરફ ચાલ્યું જાય છે. તે સમયે ધ્યાનની વાત કયાંય ઊડી જાય છે. એવી ચંચળવૃત્તિવાળા મનુષ્યને માટે શ્રી જિનની પૂજામાં લીન થવું એ જ એક પરમ ધ્યાન છે.
અનેક ઉપાધિવાળા ગૃહસ્થપણુમાં શ્રી જિનપૂજાને અનાદર કરો તે લાભને બદલે કેવળ હાનિ ઉઠાવવા બરાબર છે. દુનિયાદારીની અનેક વિટંબણાઓથી ઘેરાયેલા ગૃહસ્થોને મૂર્તિના આલંબન વગર માનસિક પ્રાન થવું સર્વથા અસંભવિત છે. શ્રી જિનપૂજાના આદરથી અને મૂર્તિ દ્વારા શ્રી જિનેશ્વરદેવના ગુણ ગ્રામ વગેરે કરવાથી ચંચળ મન સ્થિર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com