________________
૪૬૨
મૂળ જૈન ધમ અને
તે તેનું આ કથન પણુ વગર વિચાયુ જ છે. કારણ તેને પૂછવામાં આવે કે—તમારી માનસિક મૂર્તિના રંગ કવે છે? લાલ, કાળા કે સફેદ ? તે તેએ શું જવાબ આપશે ?
જો કહેશે કે—તેને રૂપ નથી, રંગ નથી કે વણું નથી. માટે તેને કેવી રીતે બતાવી શકીએ?
તે તેને કહેવાનું કે—જેના રૂપ, રંગ કે વર્ષો નથી તેનું ધ્યાન કરવાની તમારી તાકાત પણ નથી.
આ રીતે પ્રગટપણે મૂર્તિ' માનવાની વાતમાંથી છટકવા માટે માનસિક મૂર્તિ માનવા જતાં અંતે ધ્યાનરહિત દશા આવીને ઉભી રહે છે. જો મૂર્તિ વગર્ ધ્યાન બનતું જ નથી તે પછી તેને પ્રગટ પણે માનવામાં હરકત શું છે?
માનસિક મૂતિ અદૃશ્ય અને અસ્થિર છે ત્યારે પ્રગટ મૂર્તિ દૃશ્ય અને સ્થિર છે તેથી ધ્યાનાદિ માટે અત્યંત અનુકૂળ છે.
વળી ભગવાન શ્રી તીર્થંકર દેવના સમવસરણમાં પણ ભગવાન પૂર્વાભમુખે બેસે છે અને બાકીની ત્રણ ખાજુ ભગવાનની ત્રણ મૂર્તિ એનું દેવતાએ સ્થાપન કરે છે. એમ શ્રી સમવસરણ પ્રકરણ, શ્રી સમવાયાંગ સૂત્ર ટીકા. શ્રી તત્વાર્થ સૂત્ર ટીકા વગેરે પ્રાચીન ગ્રંથા સાક્ષી પૂરે છે.
કેટલાક કહે છે કે—ભગવાનના અતિશયથી ચાર મુખ દેખાય છે પણ ત્રણ તરફ મૂર્તિ છે એમ નહિ.
આ વાત પણ ખાટી છે. કારણ કે કાઈપણું શાસ્ત્રોમાં એ રીતે કહ્યું નથી. સમવસરણની રચનાથી પણ ચિત્તની એકાગ્રતાને માટે મૂર્તિની આવશ્યકતા સિદ્ધ થાય છે.
ભગવાનની ભગ્ય મૂર્તિના દર્શનથી તેમના ગુણો આવતાં શ્રદ્ધાવાળા મનુષ્યને સાક્ષાત ભગવાન મળ્યા જેટલા આનંદ થાય છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com