________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૬૧
ઉત્તર—મનુષ્યના મનમાં એવી તાકાત નથી કે તે નિરાકારનુ ધ્યાન કરી શકે. ઈંદ્રયાથી ગ્રહણ થઇ શકે તેટલી જ વસ્તુઓને વિચાર મન કરી શકે છે. તે સિવાયની વસ્તુઓની કલ્પના પણ મનને આવી શકતી નથી.
જેટલા રંગ જોવામાં આવે, જે જે વસ્તુને સ્વાદ લેવામાં આવે, જેને જેને સ્પર્શ કરવામાં આવે, ગંધ સુધવામાં આવે કે શબ્દો શ્રવણુ કરવામાં આવે તેટલાના જ વિચાર મન કરી શકે છે તે સિવાયના ૨ઞ, રૂપ, ગંધ આદિનું ધ્યાન, સ્મરણ કે કલ્પના કરવી તે પણ મનુષ્ય શક્તિની બહારની વાત છે.
કાઈ એ પૂર્ણુદ નામના મનુષ્યનું નામ સાંભળ્યું છે. તેને નજરે જોએલ નથી તેમ તેની છબી પણ જોઈ નથી, તે શુ નામ માત્રથી પુરચંદ નામના માણુસનુ ધ્યાન થઈ શકવાનુ હતુ ? નહિ. તેમ ભગવાનને પણ સાક્ષાત અથવા તેમની મૂર્તિ દ્વારા જેમણે જોયા નથી તે તેમનું ધ્યાન કેવી રીતે કરી શકવાના હતા?
જ્યારે જ્યારે ધ્યાન કરવું હશે ત્યારે ત્યારે કોઈ ને કોઈ વસ્તુ દૃષ્ટિ સમીપ રાખવી જ પડશે. ભગવાનને જ્યેત સ્વરૂપ માની તેમનું ધ્યાન કરનાર તે જ્યાતિને શુકલ, શ્યામ આદિ કાઈ ને કાઈ વર્ણવાળી માનીને જ તેનું ધ્યાન કરી શકશે.
સિદ્ધ ભગવતામાં એવુ કાઈ પણ પૌલિક રૂપ છે જ નહિ. સિદ્ધોનું રૂપ અપૌલિક છે. તેને સત્તુ કેવળજ્ઞાની મહારાજ સિવાય કાઈ જાણી શકતું નથી. શ્રી સિદ્ધચક્ર યંત્રમાં શ્રી સિદ્ધ ભગવાની લાલ વણુ તરીકે કલ્પના કરવામાં આવી છે તે ફક્ત ધ્યાનની સગવડતા માટે છે, પરંતુ વાસ્તવિક નથી. નિરાકાર સિ ધ્યાન અતિશય જ્ઞાની સિવાય બીજા કાઈ પણ કરવાને સમર્થ નથી.
કાઈ કહેશે કે—અમે મનમાં માનસિક મૂર્તિને પીને સિદ્ધ ભગવાનનું ધ્યાન કરીશું. પરંતુ પત્થરની જડ મૂર્તિને નહિ માનીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com