________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૫૯ જેમ અહીં બેઠાં મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજતા શ્રી સીમંધર સ્વામીને સર્વે જૈને નમસ્કાર કરે છે. ત્યારે માર્ગમાં લા ઘર, ક્ષે. પર્વતો આદિ અનેક વસ્તુઓ આડી આવે છે તે નમસ્કાર તે વસ્તુને થયો કે શ્રી સીમંધર સ્વામીને ?
જે કહેશે કે-નમસ્કાર કરવાને ભાવ ભગવાનને હેવાથી ભગવાનને જ નમસ્કાર થયે. બીજી વસ્તુને નહિ. તથા કેવળજ્ઞાનથી ભગવાન પણ તે વંદનાને તેમ જ જાણે છે.
તે પછી–તેવી રીતે મૂર્તિ દ્વારા પણ ભગવાનને ભાવ લાવી વંદન પૂજન કરવામાં આવે તેને શું ભગવાન નથી જાણતા ?
એ રીતે સાધુને વંદન નમસ્કાર કરતાં પણ, તેમના શરીરને વદન થાય છે કે જીવને? જે શરીરને નમસ્કાર કરવામાં આવે છે ત, જીવ તે શરીરથી જુદી વસ્તુ છે અને જે જીવને નમસ્કાર કરવામાં આવે છે તે વચમાં કાયાની આડ રહેલી છે. અને કાયાએ જીવથી જુદું પુગળ દ્રવ્ય છે.
જે કહેશે કે–એ પુદ્ગળ દ્રવ્ય સાધુનું જ ને!
તે પછી–મૃતિ પણ દેવાધિદેવ શ્રી વીતરાગ પ્રભુની જ છે એમ કેમ વિચારી શકતા નથી ?
મુનિની કાયાને વંદન કરવાથી જેમ મુનિને વંદન થાય છે તેમ શ્રી વીતરાગ પ્રભુની મૂર્તિને વંદન કરવાથી સાક્ષાત શ્રી વીતરાગ પ્રભુને જ વંદન થાય છે.
પ્રશ્ન ૭—મૂર્તિમાં શું વીતરાગના ગુણે છે?
ઉત્તર–એક અપેક્ષાએ છે અને એક અપેક્ષાઓ નથી, પૂજકપુરુષ મૂર્તિમાં વીતરાગભાવનું આરોપણ કરીને પૂજા કરે છે ત્યારે તે મૂતિ વીતરાગ સદશ જ બને છે. એ અપેક્ષાએ શ્રી જિનમતિ' શ્રી જિનવર સમાન છે. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com