________________
૪૪૮
મૂળ જૈન ધર્મ અને
ઉપાય તે સરસ છે પણ જીવની વર્તમાન પ્રાથમિક અવસ્થામાં તેમ ' કરવા તે બિલકુલ અસમર્થ હોય છે.
વાતને સમજવી સહેલી છે પણ એ વાતને કાર્યરૂપમાં મૂકવાનું જ અઘરૂં છે, કઠિન છે, સમજવામાં અને શ્રદ્ધા કરવામાં બહુ સમય નથી લાતો પણ તેને પૂરું કરવામાં લાબ સમય જોઈએ છે. હાલની નિકૂટ અવસ્થામાં પણ થઈ શકે અને પિતાની શક્તિ ઉપરવટનો ન હોય એ ઉપાય હોવો જોઈએ.
તેથી હવે બીજા ઉપાયને વિચાર કરીએ.
બીજો ઉપાય-કુટુંબ સંબંધી ચિંતાઓ સહિત કુટુંબના વાતાવરણમાં રહીને, ધને પાર્જનની ચિંતાઓ સહિત ધંધામાં રહીને, શરીર સંબંધી ચિંતાઓ સહિત શરીરની સેવામાં સંલગ્ન રહીને પણ વિકથી અને વ્યાકુળતાઓથી બચવાનો પ્રયાસ કરવા છતાં પણ બચી શકાતું નથી. એવી પ્રાથમિક અવસ્થા છે તેથી હવે થોડા વખત માટે પણ વાતાવરણ બદલવું જોઈએ. તે કેવા વાતાવરણમાં જવું?
મંદિરની અનુકૂળતા
વાતાવરણ એવું હોવું જોઈએ કે ત્યાં જઈને વિક૯પ ઉપન્ન થાય તે તે વીતરાગના સંબંધી જ હેય, શાતિ સંબંધી જ હોય. અને શાંતિના આદર્શ જીવિત દેવ અથવા તેમની પ્રતિમાનું શરણ મળવાનુ પ્રયજન સિદ્ધ થઈ જાય.
વર્તમાનમાં જીવિત દેવ તે મળી શકે તેમ નથી. એટલે તેમની પ્રતિમાથી જ લાભ ઉઠાવી જોઈએ. પ્રતિમા ઘેર પણ રાખી શકાય. પરંતુ ઘરનું વાતાવરણ જોઈએ તેવું અનુકૂળ થઈ શકે નહિ. તેથી મંદિરમાં જ શાંતિદેવનું શરણ લેવું એ જ શ્રેયસ્કર છે.
વિકલ્પોનું શમન કરવા જેટલું પૂરતું બળ હોય તે તે મંદિરની પણ આવશ્યક્તા નથી, પરંતુ અનુભવથી જાણીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com