________________
હાલના સંપ્રદાયો પ્ર. ૨૬
ઉત્તર–ત્યારે શું ભસ્મગ્ર ઉતર્યા પહેલાં સત્ય ધર્મ ન હતો ? તે વખતે વિચ્છેદ થઈ ગયાનું કયા સૂત્રમાં લખ્યું છે? શ્રી ભગવતી સૂત્રના વશમા શતકના આઠમા ઉદ્દેશામાં ભગવાને ફરમાવ્યું છે કે –
“હે ગૌતમ! આ જંબૂદીપના ભરતખંડને વિષે આ અવસર્પિણી કાળમાં મારૂં શાસન ૨૧૦૦૦ એકવીશ હજાર વર્ષ પર્યંત ચાલશે.”
આ સૂત્રપાઠમાં વિચ્છેદ થવાનું કે પુનરુદ્ધાર થવાનું કાંઈ નામનિશાન પણ નથી. ઊલટું, એકસરખું ચાલવાનું કહ્યું છે.
વળી શ્રી કલ્પસૂત્રમાં કહ્યું છે કે –
શ્રી વીર પ્રભુના નિર્વાણ બાદ બે હજાર વર્ષની સ્થિતિવાળો ભસ્મગ્રહ પ્રભુના જન્મનક્ષત્ર પર બેસશે. તેથી તે દરમ્યાન સાધુ સાધ્વીની ઉદય ઉદય પૂજા નહિ થાય. પણ ભસ્મગ્ર ઉતર્યા બાદ સાધુ સાધ્વીની ઉદય ઉદય પૂજા થશે.”
ગ્રહના જોરથી જેમની પૂજા નહિ થતી હોય તેમની જ પૂજામહ ઉતર્યા પછી વિશેષ પ્રકારે થશે, તેથી બીજાને શું લાગે વળગે?
એ મુજબ, શ્રી આનંદવિમળ સરિ, શ્રી હેમ વિમળસર, શ્રી વિજયદાન સૂરિ, શ્રી વિજયહીર સરિ, જિનચંદ્ર સૂરિ વગેરે આચાર્યોએ કિયા દેહાર કર્યો ત્યારથી ત્યાગી શુદ્ધ સાધુની માન્યતા અને પાતા લોકોમાં દિવસે દિવસે વિરતરવા તથા વધવા લાગી, એ પ્રત્યક્ષ દેખાય છે.
શ્રી કલ્પસૂત્રમાં એમ તે કહ્યું નથી કે ભમગ્રહની સ્થિતિવાળા બે હજાર વર્ષ સુધી દયામય ધર્મના લેપ થઈ જશે. લોક હિંસાધર્મના કરતે ચડશે તથા તે પ્રહ ઉતાર્યા બાદ અમુક આચાર્ય ફરી દયામય ધમને પુનરુદ્ધાર કરશે. તેથી તેમની ઉદય ઉદય પૂજા થશે અને દવાની વૃદ્ધિ થશે
જેમ કોઈ એક સ્ત્રીને ગર્ભ રવો હોય તે પૂરા દિન થયેથી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com