________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૫૩
આવું કથન પણ અગ્ય છે. કારણકે સિંહ, સિહ” એવું નામ લીધાની સાથે જ શું સિંહ આવીને મારે છે? નહિ જ. તે પછી ભગવાનનું નામ લેવું નિરર્થક ઠરશે.
વળી સિંહની મૂર્તિ મારતી નથી તેનું કારણ એ છે કે-મારવામાં સિંહને પિતાને પ્રયત્ન કરવો પડે છે, મરનારને નહિ. ત્યારે ભગવાનની મુર્તિથી કરવામાં મૂર્તિને કાંઈ પણ પ્રયત્ન કરવાને હેતો નથી, પરંતુ તરનારને પ્રયત્ન કરવાને હેય છે. મુક્તિ મેળવવા માટે વ્રત, નિયમ, તપશ્ચર્યા સંયમ આદિની આરાધના પુરુષને કરવી પડે છે પણ– પરમાત્માને નહિ.
પરમાત્માના પ્રયત્નથી જે તરવાનું હેત તે પરમાત્મા તે અનેક શુભ ક્રિયાઓ કરી ગયા છે છતાં તેનાથી બીન કેમ ન કર્યા? પરતુ તેમ બનતું નથી. એકે ખાધાથી જેમ બીજાની ભૂખ મટતી નથી તેમ ભગવાનના પ્રયત્ન માત્રથી ભક્ત વર્ગની મુક્ત થતી નથી. ભક્ત વર્ગની મુકિત માટે તે ભનવ પોતે પ્રયત્ન કરે તે જ સિદ્ધ થાય છે. છતાં ભગવાનની મૂર્તિના આલંબનથી જીવને તપ, નિયમ આદિ કરવાને ઉલ્લાસ જરૂર થાય છે. અને તેથી આ “ભગવાનની મતિ તારે છે” એમ ઉપચારથી કહેવા માં કઈ પણ જાતની હરકત નથી.
પ્રશ્ન ૩–જડને ચેતનની ઉપમા આપી શકાય?
ઉત્તર–વસ્તુના ધર્મ અનંત છે. પ્રત્યેક ધર્મને આધીને વસ્તુને pદી જદી અનંત ઉપમાઓ આપી શકાય છે.
એક લાકડી ઉપર બાળક સ્વારી કરે ત્યારે લાકડી જડ હોવા છતાં તેને ચેતન એવા ઘેડાની ઉપમા અપાય છે. પુસ્તક અચેતન હેવા છતાં તેને શાન કે વિધાની ઉપમા અપાય છે. એ રીતે સમ્યગ જ્ઞાન તથા ધર્મ એ આમિક વસ્તુ હોવા છતાં તેને જડ એવા કલ્પવૃક્ષ અને ચિતામણી રતનની ઉપમા અપાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com