________________
મૂળ જૈન ધર્મ અને
શાંતિ છવને સ્વભાવ છે. અને ઘાત કરવાવાળો પણ જીવને જ અપરાધ છે. શરીર, ધન, કુટુંબ આદિ સંબંધી અનેક નવા નવા વિક, ઇચ્છાઓ, ચિંતાઓ ઊઠે છે. આ વિકલ્પ દબાઈ જાય તે તે જીવને શાંતિ જ છે.
શાંતિ માટે વિકલ્પને દબાવવા ખરું કહીએ તે શાંતિ પ્રાપ્ત કરવાની નથી પણ અશાંતિ દૂર કરવાની છે. એ વિકલ્પ, ઈચ્છાઓ અને ચિંતાઓને દૂર કરવાની છે. એ દૂર થાય તો પછી શાંતિ જ છે, જીવને સ્વભાવ જ શાંતિ છે. પ્રાપ્ત સ્વભાવની પ્રાપ્તિ શી કરવાની ? જે પહેલેથી જ જીવની પાસે છે તેને પ્રાપ્ત કરવાને પ્રયાસ જ કેમ હોય? સ્વભાવ કદી વિચ્છેદ જતો નથી.
એટલે વિકથી વ્યાકુળ રહેવાય ત્યાં સુધી શાંતિ બહાર આવી વ્યક્તિ નથી. જો કે તે અંદર સ્વભાવમાં પડી જ છે. તે માટે વિકલ્પ દૂર કરવાનો પ્રયાસ કરવાને છે.
વિકલ્પ કર્મ ક્રમે દબાય છે
વિજળીનું બટન દબાવીએ કે પ્રકાશ બંધ. એવી કોઇ ક્રિયા વિશેષથી વિકને એકદમ દબાવી શકાય ? નહિ. એવી વાત સંભવિત નથી. વિક, સંસ્કાર ધીરે ધીરે જ શકિત પકડતાં પકડતાં એક દિવસે પુષ્ટ થઈ જાય છે. પણ એકદમ પુષ્ટ નથી થઇ જતા. તેવી જ રીતે કેઈ પણ સંસ્કાર ધીરે ધીરે કમપૂર્વક જ તેડી શકાય છે. જ્યાં સુધી સંસ્કાર સમૂળ નષ્ટ ન થાય ત્યાં સુધી તેનાથી પ્રેરિત નિત્ય નવા નવા વિકલ્પ છોડી શક્તા નથી. રોગીને રોગ એકદમ દબાવી નથી શકાતે પણ ધીરે ધીરે ઓછો
કરાય છે તેવી જ રીતે વિકપનું પણ સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com