________________
મૂળ જૈન ધર્મ અને બનીને જ દર્શન કરતા રહે છે. અને તેથી જ ઉપરની શંકાઓ ઉત્પન્ન થઈ હતી.
અભિપ્રાયને જર ફેરવવાથી કિયામાં મહાન અંતર પડી જાય છે. માટે અભિપ્રાયને ઠીક કરીને આગળ વધ. આવ અને જે આ પ્રતિમામાં જીવિત દેવ.
પ્રતિમા શું આપે છે? અરે ભેળા પ્રાણી ! હજી પણ સમજે નહિ કે પ્રતિમા શું દીએ છે? એ પાષાણની મૂર્તિની દષ્ટિમાં કેટલું સામર્થ્ય છે ! ભાવનાશૂન્ય હોવાથી તેને તે સાથે કેમ આપે ? પક્ષપાતના ગહન અંધકારમાં તારી આંખ જોઈ શકતી નથી, તન્મય થઈને શાંતિના દર્શન કર તે જ સમજાશે કે પ્રતિમા શું આપે છે, કેટલું સામર્થ્ય છે એમાં !
ઠીક છે કે એ પિતાની રક્ષા સ્વયં કરી શક્તી નથી કારણ કે તે જડ છે. પરંતુ તે મારી રક્ષા તે જરૂર કરી શકે છે. હાથ કંગનને આરસી શું? ઉપરની રીતે દર્શન કરીને જોઈ લે. પોતે સ્વયં રક્ષા નથી કરતી તે તેમાં શું નવાઈ છે! જેની આ આકૃતિ છે એ જીવિત પ્રભુ પણ સ્વ પિતાના શરીરની રક્ષા કરતા નહોતા. અનેક શક્તિઓના અને ઋદ્ધિઓના ભંડાર હેવા છતાં, આ પૃથ્વીને એક આંગળી પર ઘુમાવવાની શકિત હેવા છતાં પણ પિતાના શરીરની રક્ષા નહોતા કરતા.
નિજ શાંતિની રક્ષા માટે જીવિત પ્રભુ હમેશ જાગૃત રહેતા અને આ તેમની પ્રતિમા પણ એમ જ નિજ શાંતિની રક્ષા કરી રહી છે.
પ્રભુ! આ અંધકારમાં તને કેમ સૂઝે કે રક્ષા કેને કહેવાય છે? એક બાજુ તું કહી રહ્યો છું કે શરીર અને આત્મા ભિન્ન છે. બીજી બાજુ કહે છે કે શરીરની રક્ષા એ મારી રક્ષા છે. ભલા, તને તારી પોતાની જ
વાત પર ક્યાં વિશ્વાસ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com