________________
પ્રકરણ ચાવીસમું
સ્થાપનાની ઉપાસના લેખક–પં. મુનિશ્રી ભદ્રકવિજ્યજી
જેને અશરીરી સિહોને પૂજે છે તે પણ એ અશરીરી સિહા વસ્થાને પ્રાપ્ત કરવા માટે તે આત્માઓએ જે કાંઈ પ્રયોગો આચર્યા હોય છે તે સાકાર અને સશરીરી અવસ્થામાં જ આચરેલા છે. તેથી તે અવસ્થાની પૂજનીયતા પણ જૈનોને અવશ્ય માનનીય છે.
જેને સાકાર અને નિરાકાર ઉભય અવસ્થાવાળા પરમેશ્વરને માને છે. સાકાર પરમેશ્વરને વીતરાગ અને સર્વ માનવા સાથે શાસ્ત્ર અને તોના ઉપદેશક પણ માને છે. તેથી તેઓને નિરાકાર અને સાકાર પરમેશ્વરની તે તે અવસ્થાઓ વંદનીય, નમનીય અને પૂજનીય હેય તેમાં કશું જ આશ્ચર્ય નથી.'
વીતરાગ સર્વત અને તપદેશક પરમેશ્વરની પૂજનીયતા આદિ સ્વીકારવામાં કોઈપણ સજજનને લેશ પણ હરકત હોઈ શકે નહિ. ગુણ બહુમાન અને કૃતજ્ઞતા આદિ ગુણેની કિંમત સમજનારાઓ તે તેવા સર્વશ્રેષ્ઠ ઉપકારી અને સર્વોચ્ચ ગુણોથી ભરેલા મહા પુરુષની સેવા, પૂજા, આદર, ભક્તિ, વંદન, સ્તુતિ આદિ થાય તેટલાં ઓછાં એવી જ માન્યતા વાળા હેય.
એ સેવા પૂજાથી તે મહાપુરુષોને કોઈ પણ જાતને ઉપકાર નહિ થતા તેવા છતાં તેમાં તહલીને રહેનાર આત્મા પોતાના શુભ પરિણામથી કર્મ નિર્જરા આદિ ઉત્તમ ફળોને પામ્યા સિવાય રહેતું નથી. શી જિનશાસનમાં પૂજાનું ફળ પામવા માટે પૂજ્યની પ્રસન્નતાને બદલે પૂજકની શુભ ભાવના જ કારણભૂત મનાએલી છે.
પૂજ્યની ભાવ અવસ્થાનું પૂજન પણ પૂજકના ગુણ બહુમાન તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com