________________
૪૩૮
મૂળ જૈન ધર્મ અને પ્રતિમા બિલકુલ દેવના શરીરની બાહ્ય આકૃતિ સદશ હેય તે તે આપણું પ્રયોજન સિદ્ધ કરી દીએ છે. કારણ કે આપણે એ જ કંઈ સ્વભાવ હોય છે કે કોઈ પણ વ્યક્તિનું ચિત્ર જોઈને અથવા તેનું નામ સાંભળીને કઈક એવા પ્રકારના ભાવ મનમાં ઉત્પન્ન થાય છે કે જેવા ભાવ તે સાક્ષાત હયાત હોય ત્યારે ઉત્પન્ન થાય. આ એક સ્વાભાવિક મને વિજ્ઞાન છે.
ચિત્રનો મન ઉપર પ્રભાવ જડ ચિત્રની પણ આપણે વિચારો ઉપર અસર થયા વિના રહેતી નથી. દુરશાસને દ્રૌપદીના ચીર હરણ કર્યાનું ચિત્ર જોઈને માણસની રોવા જેવી દશા થઇ જાય છે. ઝાંસીની રાણી કે મહારાણું પ્રતાપનું ચિત્ર જોઇને માણસમાં શૂરાતનની લાગણી આવી જાય છે પિતાની પ્રેમિકાનું ચિત્ર જોઈને મનમાં વિકાર ઉત્પન્ન થઈ જાય છે.
સીનેમાના પડદા ઉપર હલતી ચાલતી પ્રકાશની રેખાઓ માત્રને એક ક્ષણિક ચિત્રના રૂપમાં જોઇને શું થાય છે તે કોઈથી અજાયું નથી. જે કોઈ લાગણી ન થતી હતી તે ધન ખરચીને ઉજાગર કરવા ત્યાં કોઈ ન જાત.
કોઈ એવું ચિત્ર જેવાથી માણસને રડવું આવી જાય છે તે શા માટે? એ પણ ચિત્ર જ છે, જડ ચિત્ર જે એક ક્ષણ પણ સામે ટકતું નથી. કોઈ પ્રત્યે દ્વેષ થઈ જવાથી તેના ચિત્રનો અવિનય કરવાને ભાવ કેમ આવી જાય છે ?
સ્વયંવરમાં સંગિતાએ પૃથ્વીરાજની પ્રતિમાના ગળામાં શું સમજીને માળા પહેરાવી દીધી હતી ?
આપણા ઉપાસ્ય દેવના અથવા આપણું પિતાના ચિત્ર ઉપર પગ પડી જાય તે એકદમ દુઃખની લાગણી કેમ ઉદ્દભવે છે?
સૌ કોઈ પોતાનામાં, પિતાના ઓરડામાં ચિત્ર શા માટે મૂકે છે? જે ખાલી શોભા માટે જ રાખતા હોય તે ગમે તે ચિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com