________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૭
પૂજામાં પ્રતિમાની આવશ્યકતા
શા માટે? દેવપુજાના વિષયમાં ચોથો પ્રશ્ન એ છે કે–પૂજામાં પ્રતિમાની આવશ્યકતા શા માટે?
બહુ સુંદર અને સ્વાભાવિક પ્રશ્ન છે. છેડે વિચાર કરવાથી તેને ઉત્તર પણ પિતાની અંદરથી જ મળી શકે છે.
સાક્ષાત્ દેવ આપણી નજર સામે હોય તે ખરેખર જ પ્રતિમાની આવશ્યકતા નથી રહેતી. સાક્ષાત સામે નહિ તે પણ આજુબાજુ નજીકમાંય દેવ હોવાની સંભાવના નથી. અને કદાચ આસપાસમાં કથાક હેત ને પણ આવડા મોટા વિશ્વમાં એકલા એક જ દેવ સર્વજનનું પ્રાજન સિદ્ધ કેમ કરી શકે? વિશ્વની સર્વ વ્યક્તિ તેમના દર્શન કેવી રીતે કરી શકે.
વ્યક્તિ અસંખ્યાત અને દેવ એક બે ચાર પાંચ દેવ હોય તે પણ બધાની અભિલાષા પૂર્ણ થઈ શકતી નથી. એક જ દિવસના દર્શનમાત્રથી કામ ચાલી શકતું હેત તે પણ સંભવિત હતું કે એ
અભિલાષા જીવિત દેવની ઉપસ્થિતિમાં શાંત થઈ જાત પરંતુ એવું પણ નથી. એ અભિલાષા તે નિત્યની છે. અને દેવ કોઈ એક અથવા માત્ર થોડી વ્યકિતઓને માટે બધાઈને એક જ સ્થાન પર રહે એમ પણ કેમ બની શકે ?
તેથી કંઈ પણ કૃત્રિમ માર્ગ કાઢવું જ પડશે. આપણે ગુહિબાન મનુષ્ય છીએ. તિર્યય પશુ પક્ષીને ઇચ્છા હોય તે પણ તે કાંઈ ન કરી શકે. પણ આપણે તે ઘણું કરી શકીએ છીએ તેથી કૃત્રિમ દેવ બનાવીને આપણું કામ ચલાવી લઈ શકીએ છીએ. એ ત્રિમ દેવનું નામ છે–પ્રતિમા.
પ્રતિમા એ દેવની જ પ્રતિકૃતિ છે, તેમનું જ પ્રતિબિંબ છે. આ જડ હેય પાવાણની હોય પણ એવા કોઈ પણ પ્રકારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com