________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૯
ટાંગવાથી શભા કરી શકાય છે પણ તેમ નહિ કરતાં પોતાની ખાસ પસંદગી રુચિ પ્રમાણેના જ ચિત્રો કેમ ટાંગવામાં આવે છે?
આ સર્વ દાંતે ઉપરથી જડ ચિત્રને માણસના મન ઉપર કે મેટા પ્રભાવ પડે છે એ વાત સ્પષ્ટ સમજાઈ જાય છે. એવી જ રીતે દેવનું ચિત્ર જોઈને સ્વાભાવિક રીતે જ માણસના મન ઉપર તે ચિત્રને કેઈ અદ્વિતીય પ્રભાવ પડે છે.
અને જ્યારે એ ચિત્રમાં આપણી પિતાની વિશેષ ક૯૫નાએ ઉમેરવામાં આવે, ક૯પનાનું તેમાં આરોપણ કરવામાં આવે ત્યારે તે પ્રભાવમાં અનેક ગણી વૃદ્ધિ થઈ જાય છે. .
થોડા સૂતરના ધાગાઓથી બનેલી આપણા દેશની ધ્વજાને ઊંચે લહેરાતી જોઈને દરેક દેશજન પ્રસન્ન થઈ જાય છે અને એ નાનકડા વસ્ત્રના ટુકડાને કોઇ અપમાનિત કરે તે કેધ આવી જાય છે તે શા માટે ?
જ્યાં સાક્ષાત વેદન જોઈ શકાય છે ત્યાં તેને ઇનકાર કેમ કરી શકાય?
એનું કારણ એ છે કે ધ્વજાનું કપડું કાપડની દુકાનમાં હતું ત્યાં સુધી તે તે સામાન્ય કપડું જ હતું. પણ ધ્વજ બનાવ્યા પછી તે તે આપણી કપનાઓને આધાર થવાથી તે સાધારણ વસ્ત્ર નહિ રહેતા તે બની ગઈ દેશની લાજ! એ શક્તિ એ જડ વસ્ત્રમાં નથી પણ આપણી પનામાં એ શાન છે.
એ જ રીતે પાષાણ કે લાકડાના ટુકડા આદિમાં પણ દેવની કલ્પના કરવાથી એવી જાતના ભાવ ઉત્પન્ન થાય છે કે જેવા ભાવ જીવિત દેવને જેવાથી પણ થાય. અને એ પત્થર કે લાકડાને ટુકડે દેવની આકૃતિને અનુરૂપ જ હેય તે પછી સેનામાં સુગંધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com